________________
૧૦૭
શિવ વિવાર ૩૪. ૨ શાનદાફા રીવાર તે પર શૃંગ કરવું. તે સર્વ શ્રેગેની નીચે એટલે પ્રહારૂના થર છાજલથી શમતા કરવા. નીચેના શૃંગના અર્ધભાગે બીજું ઉપરનું શૃંગ ચડાવવું. એમ એકેક પર યુક્તિથી સૂત્રથી ઉપર કરતા જવું, તે સર્વ રચના કામનાને આપનારી જાણવી. ૧૧-૧૨-૧૩
હવે ભદ્ર પર શૃંગો ચડાવવાનું વિધાન કહે છે-ભદ્ર ઉપર ઉછંગ એક પર એક એમ નવ સુધી (કહેલા કેમ પ્રમાણે) ચડાવી શકાય. (તેની ઉપલા) ઉરૂકંગના (પાયાથી બાંધણ સુધીના) તેર ભાગ કરી નીચેના સાત ભાગ લુપ્ત (દબાતા) કરવા. એમ પ્રત્યેક ઉપરાષર ઉરૂગ ચડાવતા જવું. અહીં આમલસારાનું પ્રમાણ બહાર જાણવું. પણ બાંધણાથી બાંધણું સમજવું. એ સૂત્રના કમયેાગે કરી નીચે ઉપર ઉરૂકંગ ચડાવતા જવું. ૧૪-૧૫ અંડકની ગણત્રીમાં તેને લેવા
शृंगोरुश्रृंगप्रत्यंग-गणयेदंडकानि च । घंटा तवंग तिलक कुर्याद् प्रासादभूषणम् ॥ १६ ॥ कर्ण रथं प्रतिरथं सुभद्रं प्रतिभद्रकम् । कुर्याजलांतमार्गेण शुद्धान्येवांगसंख्यया ॥ १७ ॥ इहैवांगप्रमाणेन सपाद श्रृंगगुच्छ्रये ।
स्कंधस्या?दये घंटा सर्वकामफलप्रदा ॥ १८ ॥ કયા અંગ–અંડકની ગણત્રીમાં લઈ શકાય
છંગ (બીખરીઓ), ઉરૂકુંગ, પ્રત્યંગ, ( ગરાસીયા) ને અંડકની ગણત્રીમાં લેવા. ઘંટા, તવંગ અને તિલક એ પ્રાસાદના શિખરના શણગાર રૂપ છે. (તે અંડકમાં ગણવામાં નથી આવતા). રેખા, રથ, પઢ, સુભદ્ર અને પ્રતિભદ્ર એ પ્રાસાદના ઉપાંગોને જળમાર્ગ પાણતાર પાડીને શુદ્ધ અંગ સંખ્યામાં બતાવવાં. અને તે અંગના (માપ) પ્રમાણે-સવાયુ-ઉંચા હૃગ ખીખરા ચઢાવવા. તેની નીચે પહોળાઈના અર્ધભાગથી કાંઈ વિશેષ ઉપર બાંધણે સ્કધે રાખવું. તેની સ્કંધ બાંધણાની પહેળાઈથી અર્ધઉંચી આમલસારી કરવાનું (સામાન્ય વિધાન) કહ્યું છે. તે સર્વ કામનાના ફળને આપનારું જાણવું. ૧૬-૧-૧૮
૧. પ્રાસાદના પ્રતિરથ ઉપરથ ઉપર ગે ચડાવી ઉઝુંબમાં લુપ્ત થાય તે રચના સુંદર લાગે છે. કેટલાક પ્રાસાદની વિભક્તિઓમાં કર્ણની બાજુમાં ખુણ ન હોય તેવા સંજોગોમાં આમ કરવામાં શિપીઓની કાર્ય કરવાની ખુબી જણાય છે. રાજસ્થાનમાં શિષીઓ તેવી ખુણીની રચનાને ખલખુણી ઉપજાવવાનું કહે છે. એટલે જયાં નીચે ફાધનોનું અંગ ન હોય ત્યાં છજા પરથી પ્રત્યંગ સારૂ ખુણી ઉપજાવવી પડે છે.