________________
विधं तोयैः स्नपयितुमसौ केन वा वारिवाहः । विधानन्दोपचयचतुरो दुर्जनानां दुरापः; श्लाघ्यो लोके जयति महतामुज्ज्वलोऽयं निसर्गः ॥६३।। કમળ અને કુમુદને વિકસ્વર કરનાર સૂર્ય તથા ચંદ્રને કોણે આદેશ કર્યો છે? તેમજ જળથી જગતને સ્નાન કરાવનાર મેઘને કોણે આજ્ઞા કરી છે ? માટે દુર્જનોને દુર્લભ તથા વિશ્વને આનંદ પમાડવામાં તત્પર એવા મહાપુરુષોનો ઉજ્વળ સ્વભાવ જ જગતમાં પ્રશસ્ત રીતે જયવંત વર્તે છે. કa कस्यादेशात्क्षपयति तमः सप्तसप्तिः प्रजानां, छायाहेतोः पथि विटपिनामञ्जलिः केन बद्धः । अभ्यर्थ्यन्ते जललवमुचः केन वा वृष्टिहेतोत्यैिवैते परहितविधौ साधवो बद्धकक्ष्याः ॥६४॥ જગતમાં સૂર્યનારાયણ કોના હુકમથી અંધકારનો નાશ કરે છે? માર્ગમાં છાયાની ખાતર વૃક્ષોની આગળ અંજલિ કોણે જોડી છે? વૃષ્ટિની ખાતર મેઘના પાસે કોણ પ્રાર્થના કરવા જાય છે? કારણકે પરનું હિત કરવામાં સાધુજનો(સજ્જનો) સ્વભાવથી જ સદા તત્પર થયેલા જોવામાં આવે છે. T૬૪ll :
क्षुद्राः सन्ति सहस्रशः स्वभरणव्यापारमात्रोद्यताः, स्वार्थो यस्य परार्थ एव स पुमानेकः सतामग्रणीः । दुष्पूरोदरपूरणाय पिबति स्रोतःपतिं वाडवो; जीमूतस्तु निदाघपीडितजगत्सन्तापविच्छित्तये ॥६५॥ માત્ર પોતાના ઉદરનું જ ભરણપોષણ કરનારા હજારો શુદ્રજનો હશે, પરંતુ પરાર્થને જ પોતાનો સ્વાર્થ માનનાર એવા સંતજનોમાં અગ્રેસર પુરુષ તો કોઇ એક વિરલો જ હશે. જુઓ, વડવાનલ પોતાના દુષ્પરણ ઉદરને પૂરવા માટે સાગરના જળનું પાન કર્યા કરે છે અને મેઘ ઉનાળાથી,