________________
प्रियासु नारीष्वधनेषु बन्धुषु
धनक्षये तेषु न गण्यते बुधैः ।।१२।।
યજ્ઞમાં, વિવાહમાં, સંકટવખતે, રિપુક્ષયમાં કોઇ યશસ્વી કર્મમાં, પ્રિય સ્ત્રીઓમાં અને નિર્ધન બાંધવોમાં, સુજ્ઞ જનો ધનનો ક્ષય થતાં તેમને ગણતા નથી. ૧૨॥
क्वचिद् भूमौ शय्या क्वचिदपि च पर्यङ्कशयनं, क्वचिच्छाकाहारी क्वचिदपि च शाल्योदनरुचिः । क्ववित्कन्थाधारी क्वचिदपि च दिव्याम्बरधरो; मनस्वी कार्यार्थी न गणयति दुःखं न च सुखंम् ॥ ११३ ॥ ક્યાંક ભૂમિપર શયન કરવું પડે અને ક્યાંક પલંગમાં પોઢવાનું મળે, ક્યાંક માત્ર શાકનો આહાર મળે અને ક્યાંક ઓદન(ભાત) વિગેરે મળે, ક્યાંક માત્ર જીર્ણ વસ્ત્ર યા ગોદડી મળે અને ક્યાંક દિવ્ય વસ્ત્ર મળે, છતાં કાર્યાર્થી સજ્જન તેવા દુ:ખ-સુખને ગણતો નથી. I॥૧૩॥
किमिच्छति नरः काश्यां भूपानां को रणे हितः । को वन्द्यः सर्वदेवानां दीयतामेकमुत्तरम् ।।१४।। કાશીમાં મનુષ્ય શું ઇચ્છે? રણસંગ્રામમાં રાજાઓનો હિતકારી કોણ? અને સર્વ દેવોને વંઘ કોણ? એનો એક શબ્દમાં ઉત્તર આપો. ।।૧૪।।
काके शौचं द्यूतकारेषु सत्यं, सर्पे क्षान्तिः स्त्रीषु कामोपशान्तिः । क्लीबे धैर्यं मद्य तत्त्वचिन्ता, राजा मित्रं केन दृष्टं श्रुतं वा 119411
કાગડામાં શૌચ, જુગારીમાં સત્ય, સર્પમાં ક્ષમા, સ્ત્રીઓમાં કામની શાંતિ, નપુંસકમાં ધૈર્ય, મદિરામસ્તમાં તત્ત્વચિંતન અને રાજા મિત્ર, એ કોઇએ જોયું કે સાંભળ્યું છે? અર્થાત્ એ ગુણો ઉપરોક્તમાં કદાપિ સંભવતા નથી. ।।૧૫।
30