________________
मैत्री चाप्रणयात्समृद्धिरनयात्त्यागात्प्रमादाद्धनम् ।।८।। કુમંત્રીથી રાજા, સંગથી યતિ, લાલનથી પુત્ર, અનભ્યાસથી બ્રાહ્મણ, કુપુત્રથી કુલ, દુર્જનોપાસનાથી શીલ, મદ્યથી લજ્જા, સંભાળ ન રાખવાથી ખેતી, પ્રવાસથી સ્નેહ, અપ્રણયથી મૈત્રી, અનીતિથી સમૃદ્ધિ અને ત્યાગ તથા પ્રમાદથી ધન વિનષ્ટ થાય છે. પેટા कृतकर्मक्षयो नास्ति कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् ।।९।। સેંકડ કે કોટિયુગો જતાં પણ કૃતકર્મનો ક્ષય થતો નથી, કરેલ શુભાશુભ કર્મ અવશ્ય ભોગવવાં જ પડે છે. હા क्वचिद्वीणानादः क्वचिदपि च हाहेति रुदितं, क्वचिद्विद्वद्गोष्ठी क्वचिदपि सुरामत्तकलहः । क्वचिदम्या रामा क्वचिदपि जराजर्जरतनुन जाने. संसारः किममृतमयः किं विषमयः ।।१०।।
ક્યાંક વિણાના નાદ થાય છે અને ક્યાંક હાહા-એવું રુદન થાય છે, ક્યાંક વિદ્વાનોની ગોષ્ઠી ચાલી રહી છે અને ક્યાંક મદિરાથી મદોન્મત્ત કલહ ચાલી રહ્યો છે, ક્યાંક રમ્ય રમણી છે અને ક્યાંક જરાથી જર્જરિત શરીર જોવામાં આવે છે, તેથી અહો! આ સંસાર અમૃતમય છે કે વિષમય છે, તે સમજાતું નથી. ૧oll कृतार्थः स्वामिनं द्वेष्टि कृतदारस्तु मातरम् । जातापत्या पतिं द्वेष्टि गतरोगश्चिकित्सकम् ।।११।। કૃતાર્થ થયેલ પુરુષ શેઠ પર દ્વેષ કરે છે, સ્ત્રી પરણતાં તે માતા પર, સંતાનવાળી સ્ત્રી પતિપર અને રોગરહિત થયેલ વેદ્ય પર દ્વેષ કરે છે.ll૧૧ क्रतौ विवाहे व्यसने रिपुक्षये
यशस्करे कर्मणि मित्रसङ्ग्रहे ।।