________________
જે સહાય કરવા આવે-ઉભો રહે તે બંધુ સમજવો. ૧all उत्तमाः सुखतो बोध्या दुःखतो मध्यमाः पुनः । सुखतो दुःखतो वापि बोधमर्हन्ति नाधमाः ।।१४।। ઉત્તમજનો સુખે બોધ પામી શકે, મધ્યમજનો દુઃખે બોધ પામે અને અધમજનો તો સુખ કે દુઃખે બોધ જ પામી શકતા(પામવાને લાયક) નથી.
I૧૪
उद्यमः साहसं धैर्यं बलं बुद्धिपराक्रमौ । . षडेते यस्य विद्यन्ते तस्य देवोऽपि शङ्कते ।।१५।। ઉદ્યમ, સાહસ, ધૈર્ય, બલ, બુદ્ધિ અને પરાક્રમ-એ છ ગુણો જેનામાં છે, તેનાથી દેવતા પણ શકે છે. (તેની સામે પડતા દેવતા પણ વિચાર કરે છે.) ૧પ
: उत्तिष्ठन्ति निजासनान्नतशिरः पृच्छन्ति च स्वागतं, सन्तुष्यन्ति भजन्ति यान्ति च चिरं प्रेमोपमा सङ्गतिम् । सिञ्चन्तो वचनामृतेन सततं सन्तसमीपागते किं वा न प्रियमप्रियेऽपि हि जने कुर्वन्ति जल्पन्ति च ।।१६।। સજ્જનપુરુષો કોઇ અપ્રિયજન પણ પોતાની સમીપે આવે, તો પ્રથમ આસન પરથી ઊઠી મસ્તક નમાવે છે, તેને સ્વાગત પૂછે, પોતે પ્રસન્ન થઇ ચિરકાલ પ્રેમાલાપ અને સંગત કરે, તથા વચનામૃતથી તેનું સિંચન કરે. અહો! અથવા તો તેઓ શું પ્રિય કરતા અને બોલતા નથી. I/૧કા उपकर्ता स्वतः कश्चि-दपकर्ता च कश्चन । चैत्रस्तरुषु पत्राणि कर्ता हर्ता च फाल्गुनः ॥१७॥ કોઈ સ્વતઃ ઉપકારી હોય છે, અને કોઈ અપકારી હોય છે. જુઓ ચૈત્ર માસ વૃક્ષો પર પત્રો લાવે છે અને ફાગુન માસ તે પત્રોને પાડી નાખે છે. II૧૭ll. उत्तमैः सह साङ्गत्यं पण्डितैः सह सत्कथा ।