________________
अलिरनुसरति परिमलं लक्ष्मीरनुसरति नयगुणसमृद्धिम् । निम्नमनुसरति सलिलं विधिलिखितं बुद्धिरनुसरति ।।१०२।। ભમરો સુગંધને અનુસરે છે, લક્ષ્મી ન્યાય અને ગુણોની સમૃદ્ધિને અનુસરે છે, પાણી નીચાણ ભાગને અનુસરે છે અને બુદ્ધિ વિધિના લેખને अनुसरे छे. ॥१०२॥ अप्रतिबुद्धे श्रोतरि वक्तुर्वाक्यं प्रयाति वैफल्यम् । नयनविहीने भर्तरि लावण्यमिवेह खञ्जनाक्षीणाम् ।।१०३।। જો શ્રોતા પ્રતિબોધ ન પામે, તો વક્તાનું વાક્ય નિષ્ફલ થાય છે. જો પતિ નેત્રહીન હોય, તો સ્ત્રીઓનું લાવણ્ય શા કામનું? ll૧૦૩
असती भवति सलज्जा क्षारं नीरं च शीतलं भवति । दम्भी भवति विवेकी प्रियवक्ता भवति धूर्तजनः ।।१०४॥
અસતી(કુલટા) પ્રાય: સલજ્જ હોય છે, ખારું પાણી વધારે શીતલ હોય, કપટી વધારે વિવેકી હોય અને પૂજન મીઠું બોલનાર હોય છે.ll૧૦૪ असितगिरिसमं स्यात्कज्जलं सिन्धुपात्रे,
सुरतरुवरशाखालेखिनी पत्रमुर्वी । लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं;
तदपि तव गुणानां नाथ पारं न याति ।।१०५।। મેરુપર્વત સમાન કાજળના ઢગને સમુદ્રરૂપ ખડીયામાં નાખીને શાહી બનાવીએ, કલ્પવૃક્ષની શાખાની કલમ બનાવવામાં આવે અને વસુધાને પત્ર(કાગળ) બનાવવામાં આવે અને એ સાધનોથી સરસ્વતી પોતે તૈયાર થઈને સદાકાળ લખ્યા કરે, તથાપિ હે ભગવાન! આપના ગુણોનો પાર પામી ન શકાય. /૧૦પા
अचिन्तितानि दुःखानि यथैवायान्ति देहिनाम् । सुखान्यपि तथा मन्ये दैवमत्रातिरिच्यते ।।१०६।।