________________
अयश्चणकचर्वणं फणिफणामणेः कर्षणं, __करेण गिरितोलनं जलनिधेः पदा लङ्घनम् । प्रसुप्तहरिबोधनं निशितखड्गसंस्पर्शनम्।
कदाचिदखिलं भवेन च शठाद्धनस्यार्जनम् ।।८।। કદાચ લોખંડના ચણા ચવાય, સર્પની ફણામાંથી મણિ ખેંચી શકાય, હાથથી પર્વત તોલી શકાય, કદાચ પગે સમુદ્રનું ઉલ્લંઘન થાય, સુતા સિંહને જગાડી શકાય અને તીક્ષ્ણ ખડ્ઝનો સ્પર્શ પણ કદાચ થાય, તથાપિ શઠજન પાસેથી ધનોપાર્જન તો કદાપિ ન જ થઇ શકે. ૮૮ अर्थी करोति दैन्यं लब्धार्थी गर्वपरितोषं च । नष्टधनश्च स शोकं सुखमास्ते निःस्पृहः पुरुषः ।।८९।।
જ્યાં સુધી પુરુષને ધનનો લોભ હોય, ત્યાં સુધી તે દીન બને છે, ધન મળ્યા પછી તે ગર્વિષ્ઠ અને અસંતોષી થાય છે, અને ધનનો નાશ થતાં તે શોકમાં ગરકાવ થઈ જાય છે. આ ઉપરથી એમ લાગે છે કે જગતમાં ઋહારહિત પુરુષ સુખી છે. ૮૯ો अद्रोहः सर्वभूतेषु कर्मणा मनसा गिरा । अनुग्रहश्च दानं च शीलमेतद्विदुर्जनाः ।।९०॥ મન, વચન અને કર્મથી સર્વ પ્રાણીઓ પર અદ્રોહ, અનુગ્રહ અને દાન-એને શિષ્ટજનોએ સદાચાર કહેલ છે. Deol
अकुलीनः कुलीनश्च मर्यादां यो न लङ्घयेत् । धर्मापेक्षी मृदुर्दान्तः स कुलीनशतैर्वरम् ।।११।। પોતે અકુલીન(સારા કુલમાં ઉત્પન્ન થયેલા ન હોય) કે કુલીન હોય છતાં મર્યાદાનો ત્યાગ ન કરે, ધર્મની અપેક્ષા કરે તથા કોમળ અને જિતેંદ્રિય હોય-તે સેંકડો કુલીનો કરતાં વધારે કુલીન છે. I૯૧૫
શ્વઃ શસ્ત્ર શાસ્ત્ર વીણા વાળી નરક્શ નારી ૨ |