________________
08808
દંશવાથી પુત્રપૌત્રસહિત મરણને શરણ થવુ પડે છે. II૩૮॥ अर्थातुराणां न सुहृन्न बन्धुः
क्षुधातुराणां न वपुर्न तेजः ।
कामातुराणां न भयं न लज्जा
चिन्तातुराणां न सुखं न निद्रा ।। ३९ ।।
ધનલુબ્ધ જનોને કોઇ મિત્ર કે બંધુ હોતો નથી, ક્ષુધાતુરને શરીર કે તેજ ન હોય, કામાતુરને ભય કે લાજ ન હોય અને ચિંતાતુરને સુખ કે નિદ્રા ન होय. ॥३८॥
अर्था नराणां पतिरङ्गनानां वर्षा नदीनामृतुराट् तरूणाम्। सद्धर्मचारी नृपतिः प्रजानां गतं गतं यौवनमानयन्ति ॥ ४० ॥
ધન પુરુષના ગયેલ યૌવનને પાછું લાવે છે, પતિ સ્ત્રીના, વર્ષા નદીઓના, વસંતઋતુ વૃક્ષોના અને સદ્ધર્મચારી રાજા પ્રજાના અત્યંત ગત યૌવનને પાછું સતેજ કરે છે.
अनादरो विलम्बश्च वैमुख्यं विप्रियं वचः । पश्चात्तापश्च पञ्चामी सद्दानं दूषयन्ति हि । । ४१ ।।
• अनार, विसंघ, विभुषणुं, अप्रिय वयन अने पश्चात्ताप से पांथ . सुपात्रहानने दूषित रे छे. ॥४१॥
अङ्गजाताद्विनश्यन्ति केsपि दुष्टव्रणादिव । फलात्कर्कन्धव इव लभन्ते ताडनां परे ।। ४२ ।।
દુષ્ટ વ્રણ(ઘા)ની જેમ પોતાના સંતાનથી કેટલાક નષ્ટ થાય છે અને કેટલાક બોરડીની જેમ તાડનાને સહન કરે છે. ૪૨૫
अपरीक्ष्यादृतं प्रान्ते विशीर्णं कुटहेमवत् ।
कलत्रं क्लेशयत्येव नरं सर्वस्वनाशतः ।।४३।।
બરાબર તપાસ કર્યા વિના સ્વીકારેલ સ્ત્રી પ્રાંતે સર્વસ્વનો નાશ થતાં