________________
અગ્નિને મુદ્ગરનો માર ખાવો પડે છે. ર૪ના अल्पानामपि वस्तूनां संहतिः कार्यसाधिका । तृणैर्गुरुत्वमापन्नै-र्बध्यन्ते मत्तदन्तिनः ।।२५।।
અલ્પ(તુચ્છ) વસ્તુઓને પણ એકત્ર કરતાં તે એક કાર્ય સાધનારી થઈ પડે છે. જુઓ ઘણા તણખલાં એકઠાં કરી દોરડું બનાવતાં તેનાથી મદોન્મત્ત હાથીઓ બંધાય છે. રિપો अवश्यं यातारश्चिरतरमुषित्वापि विषया,
वियोगे को भेदस्त्यजति न जनो यत्स्वयममून् । व्रजन्तः स्वातन्त्र्यादतुलपरितापाय मनसः; ..
स्वयं त्यक्ता ह्येते शमसुखमनन्तं विदधति ।।२६।। લાંબો વખત રહીને પણ વિષયો છેવટે જવાના તો અવશ્ય છે જ. તો પછી તેનો વિયોગ થતાં ભેદ શો છે? કારણકે જો લોકો તેનો ત્યાગ ન કરે તો વિષયો પોતે તેનો ત્યાગ કરે છે, અને સ્વતંત્રપણાથી જતાં વિષયો મનને બહુજ સંતાપ ઉપજાવે છે, પણ જો પોતે તેને તજી દીધા હોય, તો અનંત શમસુખ પ્રાપ્ત થાય છે. રિકો , अशनं मे वसनं मे जाया मे बन्धुवर्गो मे । इति मे मे कुर्वाणं कालवृको हन्ति पुरुषाजम् ।।२७।। મારું ભોજન, મારાં વસ્ત્રો, મારું મકાન, મારી સ્ત્રી, મારા બાંધવો, એમ મારું મારું કરતાં પુરુષરૂપ બકરાને કાલરૂપ વરુ મારી નાખે છે. તાર૭ll अपदो दूरगामी च साक्षरो न च पण्डितः । अमुखः स्फुटवक्ता च यो जानाति स पण्डितः ।।२८।। પગ વિના જે દૂર ગમન કરે છે, સાક્ષર છતાં જે પંડિત નથી અને મુખરહિત છતાં જે સ્કુટ વક્તા છે - આ સમસ્યાને જાણે તે પંડિત સમજવો(કાગળ). ર૮.