________________
अतिभुक्तवतां पुंसां चिन्तारहितचेतसाम् ।। अतिप्रवासश्रान्तानां निद्रा हि सुलभा मता ।।१९।।
અતિ ભોજન કરનારા, ચિંતારહિત મનવાળા અને બહુ પ્રવાહ(પંથ) કરતાં શ્રમિત થયેલા એવા પુરુષોને નિદ્રા તરત આવી જાય છે. ૧૯
अपरीक्ष्य न कुर्वीत मर्मज्ञं स्वानुजीवितम् ।। मर्मज्ञो दुर्जनो लोकः सन्तापयति सज्जनम् ॥२०॥ સુજ્ઞજનોએ પૂર્ણ વિચાર કર્યા વિના મર્મજ્ઞને સેવક ન કરવો; કારણકે તેમ કરતાં મર્મજ્ઞ દુર્જનો સજ્જનને સંતાપે છે. ૨૦ll
अन्यायोपार्जितं द्रव्यं दश वर्षाणि तिष्ठति ।
प्राप्ते चैकादशे वर्षे समूलं च विनश्यति ॥२१॥ - અન્યાયથી પેદા કરેલું ધન માત્ર દશ વરસ જ ઘરમાં ટકી શકે છે. અગીયારમું વરસ થતાં તે સમૂળગું નષ્ટ થાય છે. રિલા अनर्थ्यमपि माणिक्यं हेमाश्रयमपेक्षते । अनाश्रया न शोभन्ते पण्डिता वनिता लताः ।।२२।। અમૂલ્ય એવા પણ માણિક્ય(માણેક)ને સુવર્ણનો આશ્રય લેવાની જરૂર પડે છે. તેમ પંડિતો, સ્ત્રીઓ અને લતાઓ આશ્રય વિના શોભતાં નથી. I/રરH . अजरामरवत्प्राज्ञो विद्यामर्थं च चिन्तयेत् ।
गृहीत इव देशेषु मृत्युना धर्ममाचरेत् ।।२३।। ' વિદ્યા અને વિત્ત મેળવતાં સુજ્ઞપુરુષે “હું અજર-અમર છું.” એમ ચિંતવવું અને ધર્મ સાધતી વખતે મૃત્યુએ જાણે આવીને કેશ પકડ્યા છે' એમ વિચારવું. ર૩|| अहो दुर्जनसंसर्गान्मानहानिः पदे पदे । पावको लोहसङ्गेन मुद्गरैरभिहन्यते ।।२४ ।। અહો! દુર્જનના સંગથી પગલે પગલે અપમાન થાય છે. લોહના સંગથી