________________
ત્વચાયુક્ત તથા ગધેડીની લાડ(વિષ્ટા) સમાન એવા સ્ત્રી શરીરમાં તું મોહ ન પામ. /૧૩
अदृश्यं भाग्यहीनाना-मस्पर्शं सर्वपाप्मनाम् । सङ्करं सारविद्याना-मविद्यानां भयङ्करम् ।।१४।। ભાગ્યહીન જનોને અદશ્ય, પૂર્ણ પાપીઓને અસ્પૃશ્ય, સાર વિદ્યાઓના સમૂહરૂપ તથા અવિદ્યાઓને ભયરૂપ એવા મહાત્માને કોઇ ભાગ્યશાળી જ જોઇ શકે છે. I/૧૪ अधर्मकर्म यन्मूढ कुरुषे यौवनान्धितः । अंतःस्थशिखिशाखीव वीक्ष्यसे तेन वार्द्धके ।।१५।।
મૂઢ ! તું યૌવનના મદથી અંધ બનીને જે અધર્મકર્મ કરે છે, તેથી વૃદ્ધાવસ્થામાં અંદરમાં રહેલ અગ્નિવાળા વૃક્ષના જેવી તારી દશા થશે. (૧પો
अशस्त्रं मारणं मन्त्र-हीनमुच्चाटनं परम् । निरग्निज्वालनं स्त्रीभिः सपत्नी नाम मन्यते ॥१६॥
સ્ત્રીઓ પોતાની શોક્યના નામને શસ્ત્ર વિનાનું મારણ, મંત્ર વિનાનું ઉમૂલન અને અગ્નિ વિનાનું જવાલન સમજે છે. ll૧કા
अविद्यं जीवनं शून्यं दिक् शून्या चेदबान्धवा । पुत्रहीनं गृहं शून्यं सर्वशून्यं दरिद्रता ॥१७॥ વિદ્યા વિનાનું જીવન શૂન્ય છે, બાંધવ વિના દિશા શૂન્ય છે, પુત્ર વિના ગૃહ(ઘર) શુન્ય અને જો દરિદ્રતા હોય તો સર્વ શૂન્ય લાગે છે. ૧૭l
अनुचितकारम्भः स्वजनविरोधो बलीयसा स्पर्धा । प्रमदाजनविश्वासो मृत्युद्वाराणि चत्वारि ।।१८।।
અનુચિત કાર્યનો આરંભ, સ્વજનો સાથે વિરોધ, પોતાથી વધારે બલવાન સાથે સરસાઈ અને સ્ત્રીનનો વિશ્વાસ - એ ચાર મૃત્યુના દ્વાર છે. ૧૮.