________________
अभूदिभस्य हृद्यन्यद् व्याधस्यान्यत्पुनर्हदि। अहेश्चान्यद्विधिस्त्वन्य-देव चक्रे तदस्य धिक् ।।९।। હાથી જુદો વિચાર કરતો હતો, વ્યાધ(શિકારી) અન્ય કોઇ ચિંતવતો અને સર્પ વળી ઇતર કંઈ ચિંતન કરતો; એવામાં વિધાતાએ કંઈ જુદું જ કર્યું, માટે દેવને ધિક્કાર થાઓ. હા अनुयान्ती विधुं कान्तं रात्रिस्तारकभूषणा। न भास्करकरस्पर्श-मपि सेहे पतिव्रता ।।१०।।
ચંદ્રરૂપ પોતાના કાંત(પતિ)ની પાછળ અનુસરનારી તથા તારક (તારા)રૂપ ભૂષણવાળી એવી રજની(રાત્રી) પતિવ્રતા સ્ત્રીની જેમ સૂર્ય(પરપુરુષ) ના કર(કિરણ)નો સ્પર્શ માત્ર પણ સહન કરતી નથી. I/૧oll अस्तं प्रयाति सूरोऽपि वारुणीसङ्गतो ध्रुवम्। यदहं वारुणीयोगे जीवनस्मि तदद्भुतम् ।।११।। સૂર્ય પણ વારુણી(પશ્ચિમ દિશા)ના યોગે અસ્ત થાય છે, છતાં બહુ આશ્ચર્યની વાત છે કે વારુણી(મદિરા)નો સંગ થયા છતાં હું જીવતો છું. ll૧૧|| अंहो नीचरता नार्यो मक्षिकासख्यमिग्रति । चन्दनमिव प्रोत्सृज्य श्लेष्मणे स्पृहयन्ति याः ।।१२।। અહો ! નીચ પુરુષોમાં અનુરક્ત એવી સ્ત્રીઓ ખરેખર મક્ષિકાઓ જેવી છે. કારણકે જેઓ ચંદનનો ત્યાગ કરીને શ્લેષ્મ(લીટા) ઉપર ઇચ્છા રાખે છે. I૧રો.
अन्तः कचवराकीर्णे बहिश्च मसृणत्वचि । खरीपुरीषसङ्काशे मा मुहः स्त्रीशरीरके ।।१३।। હે જીવ! અંદર તો કચરા(અશુચિ)થી વ્યાપ્ત અને બાહ્ય સ્નિગ્ધ(કોમળ)