________________
પદાર્થો પણ પવિત્ર થાય છે, વળી તે કરતાં આગળ વધીને કહેવા જઇએ તો તું પ્રાણીઓના એક જીવનરૂપ છે, એ કાંઇ ઓછું સ્તુતિપદ નથી. આટલું છતાં જો તું નીચ માર્ગે ગમન કરીશ, તો પછી તને અટકાવવાને કોણ સમર્થ છે? ॥૨૧॥
शिरःशून्याः कलाः सर्वा एकां धर्मकलां विना । इति तं धर्मबोधाय श्रेष्ठी साध्वन्तिकेऽमुचत् ।। २२ ।। એક ધર્મકળા વિના બીજી બધી કળાઓ મસ્તક વિનાની છેએમ ધારીને શ્રેષ્ઠીએ પોતાના પુત્રને ધર્મબોધ પમાડવા સાધુ પાસે મૂક્યો. ।।૨૨। श्यामताभिमता देहे पाण्डुजन्मा न गौरता ।
तमः सर्वोत्तमं मन्ये न प्रदीपनजं महः ।। २३ ।।
પાંડુરોગથી પેદા થયેલ ગૌરતા કરતાં તો શરીરે શ્યામતા શ્રેષ્ઠ છે, આગના પ્રકાશ કરતાં તો અંધકાર સર્વોત્તમ છે. ૨૩
श्रेयांसि बहुविधनानि भवन्ति महतामपि ।
श्रेयोविधौ विलम्बन्ते तत एव न धीधनाः ।। २४ ।। મહાપુરુષોને પણ સારા કામમાં સો વિઘ્નો નડે છે, તે કારણથી ધીમંતજનો સારું કામ કરવામાં વિલંબ કરતા નથી. ।।૨૪।
: श्रस्तं रूपं बलं लुप्तं रूद्धः कण्ठो हृता रदाः । - जरेयताप्यतुष्टा मे चेतनामपि लिप्सते ।। २५ ।।
અહો! જરા-રાક્ષસીએ મારું રૂપ, બળ અને દાંત હરી લીધા અને કંઠ નિરુદ્ધ. કરી મૂક્યો. આટલેથી તે સંતુષ્ટ ન થઇ, તેથી તે હજી મારી ચેતનાને પણ લઇ લેવાને ઇચ્છે છે. ૨૫
शोभते विदुषां मध्ये नैव निर्गुणमानसः । अन्तरे तमसां दीपः शोभते नार्कतेजसाम् ||२६|| નિર્ગુણી પુરષ વિદ્વાનોની સભામાં શોભતો નથી, કારણકે દીવો તો અંધકારમાં શોભે, પરંતુ તે સૂર્યના તેજ આગળ શોભા પામતો નથી.।।૨૭।।
૨૫૯