________________
शुद्धः स एव कुलजश्च स एव धीरः, श्लाध्यो विपत्स्वपि न मुञ्चति यः स्वभावम् । तप्तं यथा दिनकरस्य मरीचिजालै- . देहं त्यजेदपि हिमं न तु शीतलत्वम् ।।२७॥ તે જ પુરુષ શુદ્ધ, કુલીન, ઘર અને પ્રશંસનીય છે કે જે વિપત્તિ પડતાં પણ પોતાના સ્વભાવને મૂકતો નથી. જુઓ, સૂર્યના કિરણોથી અત્યંત તપ્ત થઈને હિમ પોતાના દેહને ગાળી મૂકશે, પરંતુ તે પોતાનું શીતલપણું કદી પણ મૂકશે નહિ. ૨૭ll शूराः सन्ति सहस्रशः प्रतिपदं विद्याविदोऽनेकशः, . सन्ति श्रीपतयो निरस्तधनदास्तेऽपि क्षितौ भूरिशः । ये कर्माण्यनिरीक्ष्य वान्यमनुजं दुःखादितं यन्मनस्- . ताद्रूप्यं प्रतिपद्यते जगति ते सत्पुरुषाः पञ्चषाः ।।२८।। જગતમાં પગલે પગલે હજારો શૂરવીર પુરુષો હશે, અનેક વિદ્વાનો હશે, કુબેરને પણ પરાસ્ત કરનાર એવા શ્રીમંતો પણ સંખ્યાબંધ હશે, પરંતુ અન્ય પુરુષને દુઃખથી આકુળ-વ્યાકુળ જોઈને તેના કર્મ તરફ નજર ન કરતાં જેમનું મન તદ્રુપ બની જાય છે, તેવા સપુરુષો તો જગતમાં માત્ર પાંચ છ જ હશે. ર૮
शमयति यशः क्लेशं सूते दिशत्यशिवां गतिं, जनयति जनोद्वेगायासं नयत्युपहास्यताम् । यमयति मतिं मानं हन्ति क्षिणोति च जीवितं; क्षिपति सकलं कल्याणानां कुलं खलसङ्गमः ।।२९।।
ખલપુરુષનો સંગ કરવાથી યશનો નાશ થાય છે, ક્લેશનો જન્મ થાય છે, દુર્ગતિ પ્રાપ્ત થાય છે, લોકોને તે ઉદ્દેગ ઉત્પન્ન કરે છે, હાંસીપાત્ર બનાવે છે, મતિમાં ભ્રમ પેદા કરે છે, માન(સત્કાર)ને હણે છે, જીવિતને ક્ષણ કરે છે અને સમસ્ત કલ્યાણને અસ્ત કરી દે છે.રો.