________________
તેને અગ્નિ જળસમાન ભાસે છે, સમુદ્ર એક નીક સમાન લાગે છે, મેરુપર્વત એક નાની શિલાસમાન લાગે છે, સિંહ ગરીબ હરિણ સમાન ભાસે છે, ભયંકર સર્પ પુષ્પમાળા સમાન લાગે છે, અને વિષ તેને અમૃતની ધારા સમાન લાગે છે. ૪૮ वृक्षाग्रवासी न च पक्षिराजस्त्रिनेत्रधारी न च शूलपाणिः । त्वग्वस्त्रधारी न च सिद्वयोगी जलं च बिभ्रन्न घटो न मेघः
T૪૨ જે વૃક્ષના અગ્રભાગ પર રહેનાર છતાં પક્ષિરાજ નથી, ત્રણ નેત્રવાળો છતાં(શંકર) નથી, વલ્કલવસ્ત્રને ધારણ કરનાર હોવા છતાં સિદ્ધયોગી નથી અને પાણીને ધારણ કરનાર હોવા છતાં ઘટ કે મેઘ નથી. ખરેખર! તે કોણ હશે. (જવાબ નાળીયેર) ૪૯ वरं करीरो मरुमार्गवर्ती यः पान्थसार्थं कुरुते कृतार्थम् । कल्पद्रुमैः किं कनकाचलस्थैः परोपकारप्रतिलम्भदुःस्थैः ।।५०।। મારવાડની ભૂમિમાં રહેલ કેરડાનું વૃક્ષ સારું કે જે મુસાફરોને કૃતાર્થ કરે છે, પરંતુ મેરુપર્વત પર આવેલ કલ્પવૃક્ષોથી શું? કે જેઓ કંઈ પણ પરોપકાર કરતા નથી. પoll. વરં પર્વતપુ પ્રાન્ત વન સદ |
મૂર્વનનસંસઃ સુરેમને સાજા. ભયંકર પર્વતો અને વનોમાં જંગલી પ્રાણીઓ સાથે ભ્રમણ કરવું તે - સારું છે, પણ ઇંદ્ર મહારાજના ભવનમાં પણ મૂર્ખજન સાથે સંસર્ગ કરવો-તે સારું નથી. પ૧// विद्या नाम नरस्य रूपमधिकं प्रच्छन्नगुप्तं धनं, विद्या भोगकरी यशःसुखकरी विद्या गुरूणां गुरुः । विद्या बन्धुजनो विदेशगमने विद्या परं दैवतं; विद्या राजसु पूजिता न हि धनं विद्याविहीनः पशुः ।।५२।।