________________
वस्त्रहीनस्त्वलङ्कारो घृतहीनं च भोजनम् ।
स्तनहीना च या नारी विद्याहीनं च जीवनम् ||३६|| વસ્ત્રહીન અલંકાર, ઘી વિનાનું ભોજન, સ્તન વિનાની સ્ત્રી અને વિદ્યા વિનાનું જીવન ખરેખર! વૃથા છે. II૩૬ના
विद्या शस्त्रं च शास्त्रं च द्वे विद्ये प्रतिपत्तये । आद्या हास्याय वृद्धत्वे द्वितीयाद्रियते सदा ।। ३७।। શસ્ત્રવિદ્યા અને શાસ્ત્રવિદ્યા એ બે વિદ્યા જગતમાં વધારે ઉપયોગની છે, તેમાં શસ્ત્રવિદ્યા તો વૃદ્ધાવસ્થામાં હાંસી કરાવે છે જ અને શાસ્ત્રવિદ્યા સદા ઉપયોગમાં આવે છે. II૩૭ગા
वित्तेन किं वितरणं यदि नास्ति दीने,
किं सेवया यदि परोपकृतौ न यत्नः ।
किं सङ्गमेन तनयो यदि नेक्षणीयः
किं यौवनेन विरहो यदि वल्लभायाः ।। ३८॥ જો દીનજનોને દાન આપવામાં ન આવે તેવા ધનથી શું? જો પરોપકારમાં પ્રયત્ન કરવામાં ન આવે તો સેવાથી શું? જો દર્શનીય(દેખાવડો)પુત્ર ન થાય તો સ્ત્રીસંગથી શુ? અને જો વ્હાલીનો વિરહ હોય તો તેવા યૌવનથી શું? ૩૮।। विद्यातीर्थे जगति विबुधाः साधवः सत्यतीर्थे, गंगातीर्थे मलिनमनसो योगिनो ध्यानतीर्थे । धारातीर्थे धरणिपतयो दानतीर्थे धनाढया; लज्जातीर्थे कुलयुवतयः पातकं क्षालयन्ति ।।३९।। જગતમાં સુજ્ઞજનો વિદ્યારૂપ તીર્થમાં પોતાના પાતકને ધુએ છે, સાધુઓ સત્ય-તીર્થમાં, મલિનમનવાળા ગંગા-તીર્થમાં, યોગીઓ ધ્યાન” તીર્થમાં, રાજાઓ ધારા-તીર્થમાં, ધનવંતો દાન-તીર્થમાં, અને કુલીન કાંતાઓ લજ્જા-તીર્થમાં પોતાના પાતકને પ્રક્ષાલે છે. ૩૯લા
૨૪૦