________________
मुग्धाक्षीक्षणवीक्षितस्य न हि मे मन्त्री नवाप्यौषधम् ।।३२।। લાંબો, ચલાયમાન, વાંકી ગતિથી ચાલનાર, તેજસ્વી અને નીલકમળ સમાન શ્યામ એવો કદાચ સર્પ મને દંશે તો ઠીક, પણ સ્ત્રીની નજર મારા પર ન પડે તો સારું, કારણકે સર્પના દ્યો તો ચારે દિશામાં ધર્મની ખાતર મને મળી શકશે, પરંતુ પેલી મુગ્ધાક્ષીના લોચનનો જો વિકાર લાગ્યો, તો તેથી બચાવનાર અને મંત્ર કે ઔષધ ક્યાં મળનાર નથી.૩રા
वरं प्राणपरित्यागो न तु व्रतस्य खण्डनम् । प्राणत्यागे क्षणं दुःखं नरकं व्रतखण्डने ॥३३॥ પ્રાણનો ત્યાગ કરી દેવો તે સારું છે પણ વ્રતનો ભંગ કરવો તે સારું નહિ, કારણકે પ્રાણ નો ત્યાગ કરતાં માત્ર એક ક્ષણવાર દુઃખ થાય છે અને વ્રતનો ભંગે કરતાં નરકનું દુઃખ ભોગવવું પડે છે.I૩૩/
वरं प्रज्वलिते वह्ना-वनाय निहितं वपुः । न पुनर्गुणसम्पन्ने कृतः स्वल्पोऽपि मत्सरः ।।३४।। પ્રજવલિત અગ્નિમાં શરીરને તરત ઝંપલાવી દેવું તે સારું છે. પણ ગુણસંપન્ન પુરુષનો લેશ પણ મત્સર કરવો, તે સારું નથી. ૩૪ वृक्षं क्षीणफलं त्यजन्ति विहगाः शुष्कं सरः सारसा, निर्द्रव्यं पुरुषं त्यजन्ति गणिका भ्रष्टं नृपं मन्त्रिणः। पुष्पं पर्युषितं त्यजन्ति मधुपा दग्धं वनान्तं मृगाः; सर्वे कार्यवशाज्जनोऽभिरमते तत्कस्य को वल्लभः ।।३५।। વૃક્ષને ફળહીન જોઇને પક્ષીઓ તેનો ત્યાગ કરે છે, શુષ્ક સરોવરને જોઈને હસો તેનો ત્યાગ કરે છે, દ્રવ્યહીન પુરુષનો ગણિકાઓ તથા ભ્રષ્ટ રાજાનો મંત્રીઓ ત્યાગ કરે છે, ગંધ વિનાના પુષ્પનો મધુકરો અને દગ્ધ વનનો મૃગલાઓ- ત્યાગ કરે છે. અહો! ખરેખર બધા લોકો પોતાના સ્વાર્થને લીધે જ પાસે આવે છે, તેથી એમ જણાય છે કે કોઇ કોઇને વલ્લભ નથી. રૂપા
– ૨૩૯ –