________________
બ્રાહ્મણો ઘણાના મરણને ઇચ્છે છે અને નિગ્રંથો સુભિક્ષ(સુકાળ) અને કુશળને ઇચ્છે છે. ૧૮
वैद्यो हि नीरुजं दत्ते गीः प्रज्ञा भूपतिर्धनम् । त्वमेकः सर्वकार्येषु प्रभुः केनोपमीयसे ।।१९।। વૈદ્ય કદાચ પ્રસન્ન થાય તો તે આરોગ્ય આપે છે, વાણી(સરસ્વતી) પ્રજ્ઞા-બુદ્ધિ)ને આપે છે, અને રાજા સંતુષ્ટ થાય તો ધન આપે છે, પણ હે નાથ! આપ એકલા સર્વ કાર્યોમાં સમર્થ છો, એટલે આપને કોઇની સાથે ઉપમા આપવી ઘટતી નથી. ./૧૯ો ' ' विषवल्ली विनाशाय प्रायः पार्थे निषेदुषाम् । भवद्वयविनाशाय ध्यातमात्रा अपि स्त्रियः ।।२०।। વિષલતા જેમ પાસે બેસનારાઓનો પ્રાયઃ વિનાશ કરે છે, તેમ સ્ત્રીઓનું ચિંતનમાત્ર કરતાં તે બંને ભવોનો નાશ કરે છે. ૨૦ विद्यमानापि विद्या चेद्दःखिनां नोपयुज्यते । समानेऽनुपकारित्वे तत्ते मे च किमन्तरम् ।।२१।। વિદ્યા હોવા છતાં તે જો દુઃખીજનોના ઉપયોગમાં ન આવે તો તે અનુપકારિત્વ(ઉપકારાભાવ), સમાન હોવાથી તારામાં અને મારામાં અંતર શું છે? ર૧ व्याजे स्याद् द्विगुणं वित्तं व्यवसाये चतुर्गुणम् । कृषौ दशगुणं प्रोक्तं पात्रेऽनन्तगुणं भवेत् ॥२२॥
વ્યાજમાં ધન બમણું થાય છે, વ્યાપારમાં ચારગણું થાય, ખેતીમાં દશગણું થાય અને સુપાત્રે અનંતગણુ થાય એમ કહેવામાં આવેલ છે. તેરા विहाय पौरुषं यो हि दैवमेवावलम्बते । प्रासादसिंहवत्तस्य मूर्ध्नि तिष्ठन्ति वायसाः ।।२३।। જે લોકો પૌરુષ(પુરુષાર્થ)નો ત્યાગ કરીને માત્ર દેવનું જ આલંબન
- ૨૩૬ -