________________
લેવા જાય છે, પ્રાસાદના શિખર પર જેમ સિંહ રહે છે તેમ તેમના મસ્તક પર કાગડા બેસે છે. ર૩. व्याधितस्यार्थहीनस्य देशान्तरगतस्य च । नरस्य शोकदग्धस्य सुहृद्दर्शनमौषधम् ।।२४।।
વ્યાધિગ્રસ્ત, ધનહીન, દેશાંતર ગયેલ અને શોકદગ્ધ-એવા પુરુષને મિત્રનું દર્શન-તે ઔષધરૂપ છે. ર૪ll.
वरं वनं व्याघ्रगजेन्द्रसेवितं द्रुमालयः पक्वफलाम्बुभोजनम्। तृणानि शय्या परिधानवल्कलं न बन्धुमध्ये धनहीनजीवितम्
પારકા વ્યાધ્ર અને ગર્જેદ્રોથી સેવિત એવા વનમાં વાસ કરવો તે સારું છે, વૃક્ષોમાં ઘર કરી રહેવું સારું, પાકા ફળ અને જંગલના જળનું ભોજન કરવું-તે સારું, તણખલાની શય્યામાં શયન કરવું સારું અને વલ્કલના વસ્ત્રો પહેરવાં સારાં પણ પોતાના બંધુઓમાં ધનહીન થઈને રહેવું તે સારું નહિ. એરપો . .
विद्या विवादाय धनं मदाय शक्तिः परेषां परपीडनाय। - खलस्य साधोर्विपरीतमेतद् ज्ञानाय दानाय च रक्षणाय।।२६।।
દુર્જનપુરુષ પોતાની વિદ્યાનો વિવાદમાં ઉપયોગ કરે છે, ધન પ્રાપ્ત થતાં મદોન્મત્ત બને છે અને શક્તિ મળતાં તે બીજાઓને સતાવે છે,
જ્યારે પુરુષ વિદ્યાને જ્ઞાનમાં વાપરે છે, ધનને દાનમાં અને શક્તિને પરના રક્ષણમાં વાપરે છે-એમ બંનેમાં વિપરીતતા રહેલ છે. શારકા विरला जानन्ति गुणान् विरलाः कुर्वन्ति निर्धने स्नेहम्। विरलाः परकार्यरताः परदुःखेनातिदुःखिता विरलाः ।।२७।। જગતમાં ગુણોને જાણનારા પુરુષો વિરલા હોય છે, નિર્ધન પર સ્નેહ કરનારા વિરલા હોય છે, પરકાર્ય કરનારા વિરલા હોય છે, અને પરદુઃખથી દુઃખિત થનારા તો વિરલા જ હોય છે. ર૭.
– ૨૩૭ રૂ