________________
જો વાડ પોતે જ ખેતરને ગળી જવા તત્પર થાય, પિતા પોતે જ પોતાના પુત્રનો ઘાત કરવા તૈયાર થાય, પાણી જો અંગને બાળે અને દીપક જો અંધકારને ફેંકે તો ક્યાં પોકાર કરવો? /૧૩ वरं बुभुक्षासहनं गहनं सेवितं वनम् । न तृप्तिरपि दुःकर्म-प्रभवैर्विभवैः पुनः ।।१४।। સુધા સહન કરવી અથવા તો ભયંકર વનમાં જઇને વસવું તે સારું છે, પરંતુ દુષ્કર્મથી પેદા થતા વૈભવથી તૃપ્તિ કરવી તે સારી નથી./૧૪ - वायुना यत्र नीयन्ते कुञ्जराः षष्ठिहायनाः । गावस्तत्र न गण्यन्ते मशकस्य च का कथा ।।१५।।
જ્યાં સાઈઠ વરસના હાથીઓને વાયુ ઘસડી જાય છે અને ગાયોની જ્યાં ગણના જ નથી, ત્યાં મશર્ક(મચ્છર)ની તો વાત જ શી કરવી ૧પો वने रतिर्विरक्तानां रक्तानां च जने रतिः । अनवस्थितचित्तानां न वने न जने रतिः ॥१६॥ વિરક્તજનોને વનમાં આનંદ મળે છે અને સંસારીજનોને માણસોમાં આનંદ ઉપજે છે, પણ જેઓ અનવસ્થિત મનવાળા છે, તેઓ તો વનમાં કે જનમાં ક્યાંય પણ આનંદ પામી શકતા નથી. //વડા .
वृश्चिके मान्त्रिका भग्नाः क्षये भग्ना भिषग्वराः । . स्वभावे तार्किका भग्नाः स्त्रीषु भग्नं जगत्त्रयम् ।।१७।।
માંત્રિકો વીંછીના વેણ ઉતારતાં થાક્યા, વેદ્યો ક્ષયરોગનો પ્રતિકાર કરતાં કરતાં ભાંગ્યા અને તાર્કિકજનો સ્વાભાવિક પદાર્થને સિદ્ધ કરતાં થાક્યા જ્યારે સ્ત્રીઓમાં તો ત્રણે જગત ભગ્ન થયું. /૧૭ विग्रहमिच्छन्ति भटा वैद्याश्च व्याधिपीडितं लोकम्।. मृतकबहुलं च विप्राः क्षेमकसुभिक्षं च निर्ग्रन्थाः ।।१८॥ સુભટજનો લડાઇને ઇચ્છે છે, વેદ્યો વ્યાધિથી પીડાતા લોકોને ઇચ્છે છે,