________________
બુદ્ધિ, સુધારસ સમાન વચનનો વિલાસ અને પરોપકારમય વ્યાપાર-એ પરમપુણ્યથી જ પ્રાપ્ત થઈ શકે છે. Il
लोकः पृच्छति मे वार्ता शरीरे कुशलं तव । कुतः कुशलस्माक-मायुर्याति दिने दिने ।।४॥ લોકો મને સમાચાર પૂછે છે કે તમારા શરીરે કુશળ છે? પણ અમને કુશળ ક્યાંથી હોય? કારણકે દિવસે દિવસે અમારું આયુષ્ય ઓછું થતું જાય છે. જો लोभमूलानि पापानि रसमूलाश्च व्याधयः । स्नेहमूलानि दुःखानि त्रीणि त्यक्त्वा सुखी भव ॥५॥ પાપો બધાં લોભથી; વ્યાધિઓ બધી રસથી અને દુ:ખો બધાં સ્નેહથી ઉત્પન્ન થાય છે, માટે એ ત્રણેનો ત્યાગ કરીને હે મિત્ર! તું સુખી થા.પી. - लालनाद् बहवो दोषा-स्ताडनाद् बहवो गुणाः ।
तस्मात् पुत्रं च शिष्यं च ताडयेन च लालयेत् ॥६॥ પુત્રને લાડ લડાવવાથી તેમાં ઘણા દૂષણો જન્મ પામે છે અને તેને શિક્ષા કરવાથી ઘણા ગુણો ઉત્પન્ન થાય છે, માટે પુત્રને કે શિષ્યને લાડ લડાવવા કરતાં તેને તાડન કરવું એ વધારે સારું છે. કો.
लोभोऽयं भापितो वीत-रागैः क्वास्थामलप्स्यत । नाभविष्यन्महास्थान-स्वरूपा यदमी द्विजाः ॥७॥ વિતરાગોએ ભય પમાડેલ આ લોભ, જો તેના મહાસ્થાનરૂપ આ બ્રાહ્મણો ન હોત, તો ક્યાં સ્થાન પામી શકત? INછો
लभते निर्मलात्मापि नीचसङ्गाद् गुणच्युतिम् । . पश्य क्षारीभवेन्मेघ-पयः पतितमूखरे ॥८॥ નીચજનોના સંગથી નિર્મલાત્મા પણ ગુણોથી ભ્રષ્ટ થાય છે. જુઓ, મેઘનું પાણી ખારી ભૂમિમાં પડતાં તે ખારું થઈ જાય છે. એટલે