________________
ल
लालयेत् पञ्च वर्षाणि दश वर्षाणि ताडयेत् । प्राप्ते तु षोडशे वर्षे, पुत्रं मित्रवदाचरेत् ॥ १ ॥
•
પુત્ર પાંચ વરસનો થાય ત્યાં સુધી તેનું લાલન-પાલન કરવું, ત્યાર પછી દશ વરસ સુધી તેનો વાંક આવે તો તેને તાડન કરવું, પણ સોળમા વરસ પછી તો પુત્રની સાથે મિત્રની જેમ જ વર્તવું. ॥૧॥
लिखिता चित्रगुप्तेन ललाटेऽक्षमालिका । तां देवोऽपि न शक्नोति उल्लिख्य लिखितुं पुनः ॥ २ ॥ વિધાતાએ લલાટપટ પર જે અક્ષરમાળા લખી છે, તેને ઉત્થાપન કરીને બદલાવવાને કોઈ દેવ પણ શક્તિમાનૢ નથી. II૨॥
लक्ष्मीर्दानविवेकसङ्गममयी श्रद्धामयं मानसं, धर्मः शीलदयामयः सुचरितश्रेणीमयं जीवितम् । बुद्धिः शास्त्रमयी सुधारसमयं वाग्वैभवोज्जृम्भितं; व्यापारश्च परार्थनिर्मितिमयः पुण्यैः परं प्राप्यते ।। ३ ।। દાન અને વિવેકના વિલાસમય લક્ષ્મી, શ્રદ્ધાયુક્ત મનોભાવ, શીલ અને દયામય ધર્મ, સદાચારની પરંપરામય જીવન, શાસ્ત્રના વિચારમય
૨૨૮