________________
દેવતાઓ દૂર આકાશમાં ચાલ્યા ગયા, નાગેંદ્રો તો પોતે પ્રબલ છતાં પ્રથમથી જ પાતાળમાં પેસી ગયા અને કમલાસના લક્ષ્મી પદ્મવનમાં લીન થઇ ગઇ, આથી એમ લાગે છે કે યાચકજનોના ભયથી જ આ બધા ઉક્ત સ્થાનોમાં ચાલ્યા ગયા હશે, પરંતુ આ કલિયુગમાં દીનજનોનો ઉદ્ધાર કરનારા એવા કેવલ સત્પુરુષો જ મોજુદ છે. ૧૭૫ रविश्चन्द्रो घना वृक्षा नदी गावश्च सज्जनाः । एते परोपकाराय युगे दैवेन निर्मिताः ।। १८ ।।
સૂર્ય, ચંદ્ર, મેઘ, વૃક્ષો, નદી, ગાયો અને સજ્જનો -એમને માત્ર પરોપકાર કરવાની ખાતર જ જગતમાં વિધાતાએ નિર્માણ કર્યા છે. ॥૧૮॥
रक्तत्वं कमलानां · सत्पुरुषाणां परोपकारित्वम् । असतां च निर्दयत्वं स्वभावसिद्धं त्रिषु त्रितयम् ।।१९।। કમળોમાં રક્તત્વ(રતાશ) સત્પુરુષોમાં પરોપકારીપણું અને દુર્જનોમાં નિર્દયતા-એ ત્રણમાં ત્રણ ગુણ સ્વભાવથી જ સિદ્ધ હોય છે. II૧૯॥
૨૨૭