________________
शिष्यो भक्तिविवर्जितो न हि विना धर्मं नरः शस्यते ।।८।। પ્રધાન વિનાનું રાજ્ય અને હથીયાર વિનાનું સૈન્ય જેમ શોભતું નથી. નેત્ર વિનાનું મુખ, જળ વિનાની વર્ષાઋતુ તથા કૃપણ ધનિક જેમ વખણાતો નથી. વૃત વિનાનું ભોજન, શીલરહિત સ્ત્રી અને કપટી મિત્ર જેમ શોભતો નથી. પ્રતાપહીન રાજા, ભક્તિરહિત શિષ્ય જેમ શોભતા નથી તેમ ધર્મ વિના પુરુષ શોભતો નથી. ટાં
राजदण्डभयात्पापं नाचरत्यधमो जनः । परलोकभयान्मध्यः स्वभावादेव चोत्तमः ॥९॥
અધમજનો રાજદંડના ભયથી પાપ આચરતા નથી, મધ્યમજનો પરલોકના ભયથી પાપ આચરતા નથી અને ઉત્તમજનો સ્વભાવથી જ પાપાચરણ કરતા નથી. હા “ . . रूपयौवनसम्पन्ना विशालकुलसम्भवाः । विद्याहीना न शोभन्ते निर्गन्धा इव किंशुकाः ।।१०।। ભલે રૂપ અને યૌવન સંપન્ન હોય, તથા વિશાળ કુલમાં જન્મ પામ્યા હોય છતાં ગંધ વિનાના કેશુડાંના પુષ્પોની જેમ વિદ્યારહિત જનો શોભતા નથી. ૧ol
रागद्वेषौ यदि स्यातां तपसा किं प्रयोजनम् । तावेव यदि न स्यातां तपसा किं प्रयोजनम् ।।११।।
જો રાગ અને દ્વેષ વિદ્યમાન હોય તો તપનું શું પ્રયોજન છે? અને કદાચ તે બંને નષ્ટ થયા હોય તો પણ તપસ્યાનું શું પ્રયોજન છે ?ll૧૧૫ रिक्तपाणिर्न पश्येयू राजानं देवतां गुरुम् । नैमित्तिकं स्वप्नविदं फलेन फलमादिशेत् ।।१२।। રાજા, દેવ, ગુરુ, નિમિત્તને જાણનાર તથા સ્વખપાઠક-એટલા પાસે ખાલી હાથે ન જવું. કારણકે ફળથી ફળની પ્રાપ્તિ થાય-એમ કહેલ છે. I૧૨ા