________________
यत्र विद्वज्जनो नास्ति श्लाघ्यस्तत्राल्पधीरपि । निरस्तपादपे देशे एरण्डोऽपि द्रुमायते ॥५६॥
જ્યાં વિદ્વાજનોનો અભાવ હોય છે ત્યાં અલ્પ બુદ્ધિમાનું પણ વખણાય છે. કારણકે વૃક્ષ વિનાના દેશમાં એરંડો પણ વૃક્ષ સમાન ગણાય છે.પકા. यस्य नास्ति विवेकस्तु केवलं यो बहुश्रुतः । न स जानाति शास्त्रार्थान् दर्वी पाकरसानिव ।।५७।। જેને વિવેક નથી, પરંતુ કેવળ જે બહુશ્રુત છે, તે ચાટવો (ચમચા) જેમ રસોઇના સ્વાદને જાણી ન શકે, તેમ શાસ્ત્રાર્થને જાણી શકતો નથી. ./પો.
ये संसत्सु विवादिनः परयशःशूलेन शल्याकुलाः, .. कुर्वन्ति स्वगुणस्तवेन गुणिनां यत्नाद् गुणाच्छादनम् । तेषां रोषकषायितोदरदृशां कोपोष्णनिःश्वासिनां; दीप्ता रत्नशिखेव कृष्णफणिनां विद्या जनोद्वेजिनी ।।५८ ।। જેઓ વિદ્વાનોની સભાઓમાં વિવાદ કરવા તત્પર થઈ જાય છે, જેઓ પરના યશરૂપ શૂળથી શલ્યયુક્ત બની વ્યાકુળ થાય છે, વળી પોતાના ગુણોના સ્તવનથી જેઓ ગુણીજનોના ગુણોને યત્નપૂર્વક આચ્છાદિત કરે છે, રોષ અને કષાયથી જેમના હૃદય અને દૃષ્ટિ વ્યાપ્ત છે તથા કોપથી જેમના શ્વાસોચ્છવાસ પણ ગરમ થઈ ગયા છે એવા જનોને પ્રાપ્ત થયેલ વિદ્યા તે કાળા સર્પોની દેદીપ્યમાન મણિની જેમ લોકોને ભયંકર થઈ પડે છે. ૧પ૮. यद्यपि बहु नाधीषे तथापि पठ पुत्र व्याकरणम् । स्वजनः श्वजनो माभूत् सकलं शकलं सकृच्छकृत् ।।५९।। હે વ્હાલા વત્સ! જો તારે વધારે ન ભણવું હોય, તથાપિ તું વ્યાકરણનો અભ્યાસ તો જરૂર કરજે, કારણકે તે વિના સ્વજન-તે શ્વજનં(થાન), સકલ-તે શકલ(એક વિભાગ) અને સક(એકવાર) તે શકત(વિષ્ટા) થઇ