________________
કદાચ વીજળી સ્થિર થઇ જાય અને દૈવયોગે કદાચ વાયુ પણ સ્થિર સ્તંભી રહે, તથાપિ સ્ત્રીઓનું મન કોઈ રીતે સ્થિર રહી જ ન શકે.।।૪। यथा मौलिः प्रतीकेषु हृषीकेषु यथेक्षणम्,
यथा सुरदुः सालेसु विशालेषु यथा नभः ।। ४६ ।। यथा हरिरमर्त्येषु मर्त्येषु च यथा नृपः; दयाधर्मस्तथा धर्म-कृत्येषु स्यात्पुरस्सरः ।।४७ ॥
જેમ અંગના અવયવોમાં મસ્તક, ઇંદ્રિયોમાં જેમ ચક્ષુ, વૃક્ષોમાં જેમ કલ્પવૃક્ષ, વિશાલ પદાર્થોમાં જેમ આકાશ, દેવતાઓમાં જેમ ઇંદ્ર, અને મનુષ્યોમાં જેમ રાજા ઉત્કૃષ્ટ છે, તેમ સર્વ ધર્મકૃત્યોમાં દયાધર્મ સર્વોત્કૃષ્ટ(અગ્રેસર) છે. ૪૬-૪૭ના
युवानो यत्र खेलन्ति विमानेष्वेव वेश्मसु, मेषोन्मेषादिचेष्टाभिर्मन्यन्ते मानवा इति । ।४८ ।। यत्र जैनगृहाग्रस्थ - कल्याणकलशोद्भवैः; गभस्त्यगस्तिभिर्ग्रस्ताः पौराणां दुरितार्णवाः ।।४९।। જાણે વિમાનો હોય તેવા ભવનોમાં જ્યાં યુવાન પુરુષો ક્રીડા કરતા હતા, પણ તેઓ ચક્ષુના મેષોન્મેષમાત્રથી જ આ મનુષ્યો છે, એમ જાણી શકાતા હતા, વળી જ્યાં જિનમંદિરોના શિખર પર રહેલ સુવર્ણકલશથી પ્રગટ થતા કિરણરૂપ અગસ્તિ(ઋષિ)ઓ નાગરિકજનોના પાપરૂપ સમુદ્રનું પાન કરી જતા હતા. II૪૮-૪૯॥
4
ये संयोगास्तनुमता - माद्यमुन्मादकारणम् ।
तेषां निष्ठा वियोगो हि व्यापाराणां विपद्यथा ।। ५० ।।
જે સંયોગો છે તે પ્રાણીઓને મુખ્ય ઉન્માદના કારણ છે, વળી વેપાર કરતાં જેમ વિપત્તિ આવી પડે, તેમ તે સંયોગો વિયોગના રૂપમાં તો અવશ્યમેવ બદલાઈ જવાના જ છે. પા
૨૧૪