________________
ક્ષય થયો નથી, ત્યાં સુધીમાં જ સુજ્ઞપુરુષે આત્મકલ્યાણને માટે પ્રયત્ન કરવો સમુચિત છે, કારણકે આગ લાગે, ત્યારે કુવો ખોદવાના પ્રયત્ન કરવો, તે શા કામનો? મેરા यत्नेन पापानि समाचरन्ति धर्मं प्रसङ्गादपि नाचरन्ति ।. आश्चर्यमेतद्धि मनुष्यलोके क्षीरं परित्यज्य विष पिबन्ति
T૨૮ાા અહો! લોકો પાપને તો પ્રયત્નપૂર્વક આચરે છે અને ધર્મનું તો પ્રસંગે પણ આચરણ કરતા નથી. ખરેખર! જગતમાં બહુ આશ્ચર્યની વાત છે કે પ્રાણીઓ ક્ષીરનો ત્યાગ કરીને વિષ પીવા જાય છે. ર૮ :
यौवनं धनसम्पत्तिः प्रभुत्वमविवेकिता । एकैकमप्यनर्थाय किमु यत्र चतुष्टयम् ।।२९।। યૌવન, ધનસંપત્તિ, પ્રભુત્વ(મોટાઈ) અને અવિવેકિતા-એમાંનું એક એક પણ અનર્થકારી થાય છે, તો જ્યાં ચાર હોય, ત્યાં કહેવું જ શું?
यदकार्यं न कर्त्तव्यं प्राणैः कण्ठगतैरपि । कार्यं यदेव कर्त्तव्यं प्राणैः कण्ठगतैरपि ॥३०॥
જીવ જાય તો પણ અકાર્ય કદી ન કરવું અને જે કરવાનું છે, તે પ્રાણો કંઠે આવતાં પણ અવશ્ય કરવું જ. ll૩૦
यं दृष्ट्वा वर्धते क्रोधः स्नेहश्च परिहीयते । सुविज्ञेयो मनुष्येण एष मे पूर्ववैरिकः ।।३१।।
જેને જોવાથી ક્રોધ વધે અને સ્નેહ પરિક્ષણ થાય, તો “આ મારો પૂર્વનો વેરી છે એમ પુરુષે નિશ્ચય સમજી લેવું. ૩૧૫ यदि सन्ति गुणाः पुसां विकसन्त्येव ते स्वयम् । न हि कस्तूरिकामोदः शपथेन निवार्यते ।।३।। જો માણસોમાં ગુણો હોય, તો તે પોતાની મેળે જ વિકસિત થાય છે.
–આ. ૨૧૦ –