________________
यस्य नार्था न वा कामो न वा प्रणयिपोषणम् । द्विपदस्य पशोस्तस्य व्यसनं शास्त्रसङ्ग्रहः ।।१।। જેની પાસે દ્રવ્ય નથી, જે કામનો ઉપભોગ અથવા તો પોતાના સ્નેહીઓનું પોષણ કરી શકતો નથી એવા દ્વિપદ(બે પગવાળા) પશુને શાસ્ત્રસંગ્રહ કરવો એ તેને કેવળ દુઃખરૂપ છે. [૧]
यौवने नीचसंसर्गात् कालुष्यं निर्मले कुले । के के नो जनयन्ति न पटे पङ्कलवा इव ॥२॥ યૌવનાવસ્થામાં નીચજનોના સંસર્ગથી વસ્ત્રમાં કાદવના છાંટા જેમ કલુષતા કરે, તેમ કયા પુરુષો પોતાના નિર્મળ કુળને ડાઘ લગાડતા નથી? પારા यज्जराजर्जरो यूना दृढमुष्ट्या हतोऽश्नुते । कष्टं सङ्घटनेनापि तस्मादेकेन्द्रियोऽधिकम् ।।३।।
એક યુવાન પુરુષ, દઢ મુષ્ટિથી જરાજર્જરિત થયેલ માણસને મારે અને તેને જે દુ:ખ ઉપજે, તે કરતાં માણસના સંઘટાથી એકેંદ્રિયને અધિક દુઃખ થાય છે. ૩l
यत्कर्माऽदीर्घदृश्वानः कुर्वन्ति कुमतीरिताः ।