________________
मनस्वी म्रियते कामं कार्पण्यं न तु गच्छति । अपि निर्वाणमायाति नानलो याति शीतताम् ।। ६१ ।। મનસ્વી(પંડિત) પુરુષ બિલકુલ મરવું કબૂલ કરશે, પરંતુ તે કૃપણતાને કદાપિ ધારણ કરશે નહિ. અગ્નિ નિર્વાણ પામશે(બુઝાઈ જશે) તે ભલે પણ તે શીતલ કદી પણ થશે નહિ. ૬૧|| मा धाव मा धाव विनैव दैवं,
नो धावनं साधनमस्ति लक्ष्म्याः
चेद्धावनं साधनमस्ति लक्ष्म्याः;
धा धावमानोऽपि लभेत लक्ष्मीम् ।।६२ ॥ અરે! લક્ષ્મીલુબ્ધ! ભાગ્ય વિના લક્ષ્મીની ખાતર તું આમ દોડાદોડી ન કર, કારણકે તે દોડાદોડી કાંઈ લક્ષ્મી મેળવવાનું ખાસ સાધન નથી. જો તે ધનનું સાધન હોત, તો શ્વાન બહુ દોડે છે, છતાં લક્ષ્મીને પામી શકતો નથી. ૬૨॥
मलयाचलगन्धेन त्विन्धनं चन्दनायते ।
तथा सज्जनसङ्गेन दुर्जनः सज्जनायते ।। ६३ ।। મલયાચલપર્વતના ગંધને લીધે અન્ય કાષ્ઠ જેમ ચંદનના ભાવમાં ખપે છે, તેમ સજ્જનના સંગથી દુર્જન પણ સજ્જન સમાન થઈ જાય છે. શાકમાં
૨૦૩