________________
નથી, ખરેખર! તે મહાસત્ત્વશાળી પુરુષો જ તારક છે, બીજા વંધ્યઅવતારવાળા પુરુષોથી શું? ।।૨૪।।
मायिचित्त इवागाधे निर्ममज्ज ह्रदे ततः । देवतातिशयात्तत्र तरति स्म तरण्डवत् ।। २५ ।।
કપટીજનના અંતરની જેમ અગાધ એવા હ્રદમાં તે નિમગ્ન થઇ ગયો, પરંતુ ત્યાં દેવતાના અતિશયથી તે નાવની જેમ તરવા લાગ્યો. I॥૨૫॥ मातृकुक्षिदरीसिंहा बाल्ये बन्धुदृशां सुधा ।
यौवने कुलधौरेया द्वित्रा एव सुताः पुनः ।।२६।। પોતાની માતાની કુક્ષિરૂપ ગુફામાં સિંહ સમાન, બાલ્યાવસ્થામાં પોતાના બાંધવોની દૃષ્ટિને અમૃત સમાન તથા યૌવનાવસ્થામાં કુળનો ભાર ઉપાડવામાં ધુરંધર, એવા તો માત્ર કુળદીપક બે ત્રણ પુત્રો જ હશે. ૨૬ माधुर्यं लवणे सारं रम्भायां सुस्वरः खरे । पावित्र्यं वर्चसो गेहे स्वादु पानीयमूषरे ॥२७॥ स्नेहो भस्मनि वैशंद्यं मष्यां शैत्यमिवानले । सौम्य क्वापि सुखं नास्ति ध्यापकापद्भरे भवे ॥ २८ ॥ હે સૌમ્ય! લવણ(લૂણ)માં માધુર્ય(મીઠાશ), રંભા(કંદલી)માં સાર, ગધેડામાં સુસ્વર, ચૈમારના ઘરમાં પવિત્રતા, ખારી જમીનમાં મધુર જળ, ભસ્મ(રાખ)માં સ્નેહ(ચીકાશ), મસીમાં ઉજ્જલતા અને અગ્નિમાં શીતલતા મળવી મુશ્કેલ છે, તેમ આપત્તિથી વ્યાપ્ત એવા આ સંસારમાં ક્યાંય પણ સુખ છે.જ નહિ. II૨૭-૨૮॥
मुखे मधुरमन्ते च कुपथ्यमिव दारुणम् ।
ये स्त्रीणां बहुमन्यन्ते वचस्तेषां कुतः सुखम् ।।२९।। મુખ(પ્રારંભ)માં મધુર પણ પ્રાંતે કુપથ્યની જેમ દારુણ(ભયંકર) એવા સ્ત્રીઓના વચનને જેઓ બહુમાન આપે છે, તેમને સુખ ક્યાંથી હોય ? ॥૨૯॥
૧૯૫