________________
વાપરે તો તે વાતુલ અથવા બહુ બોલકો છે એમ કહેવામાં આવશે, પાસે આવીને બેસે તો તે ધૃષ્ટ છે અને દૂર જઈ બેસે તો તેને ગાફિલ કહેવામાં આવશે, ક્ષમા કરશે તો તે બીકણ અને સહન નહિ કરે તો તે અકુલીન છે એમ કહેવામાં આવશે, સેવા સાધવા જતાં ગુણ દોષરૂપ ગણાઈ જાય છે. ll૧૧ાા मृत्योर्बिभेपि किं मूढ भीते मुञ्चति किं यमः । अजातं नैव गृह्णाति कुरु यत्नमजन्मनि ।।१७।।
મૂઢ! મરણથી તું શા માટે ભય પામે છે, શું તું ભય પામીશ તેથી તેને યમ મૂકી દેશે? જો તું જળ્યો ન હોત, તો તને યમ લઈ શકત નહિ, માટે તું જન્મ ન પામે એવો રસ્તો શોધી લે. l/૧૭
माता तीर्थं पिता तीर्थं तीर्थं च ज्येष्ठबान्धवाः । वाक्ये वाक्ये गुरुस्तीर्थं सर्वतीर्थं जनार्दनः ॥१८॥
માતા અને પિતા એ તીર્થ છે, વડીલો અને બંધુઓ તીર્થરૂપ છે, વાક્ય વાક્યમાં ગુરુ તીર્થ છે અને વિષ્ણુ એ સર્વતીર્થરૂપ છે. /૧૮
महानुभावसंसर्गः कस्य नोन्नतिकारकः । रथ्याम्बु जाह्नवीसङ्गात् त्रिदशैरपि वन्द्यते ।।१९।।
અહો મહાપુરુષોના સંસર્ગથી કોની ઉન્નતિ ન થાય? ગંગાના સંગથી સાધારણ શેરીનું જળ પણ દેવોને વંદનીય થાય છે. ll૧૯ાા मुखं वलिभिराक्रान्तं पलितैरङ्कितं शिरः । गात्राणि शिथिलायन्ते तृष्णैका तरुणायते ॥२०॥
મુખમાં કરચલી પડી, માથે ધોળા વાળ ફરી વળ્યા અને શરીરના - અવયવો બધા શિથિલ થઈ ગયા, છતાં તૃષ્ણા તરુણીની જેમ તરુણ થતી જાય છે. પરિવા. मानं मुञ्चति गौरवं परिहरत्यायाति दीनात्मतां, लज्जामुत्सृजति श्रयत्यकरूणां नीचत्वमालम्बते ।