________________
કારણકે દિવાકર (સૂર્ય) અસ્ત થતાં કાગ પણ અંધત્વને પામે છે.II3II मक्षिकाः क्षतमिच्छंति क्षतमिच्छंति पार्थिवाः ।
दुर्जनाः क्षतमिच्छंति शांतिमिच्छंति सज्जनाः । । ४ । । મક્ષિકાઓ ક્ષત(ગુમડાં)ને ઈચ્છે છે, રાજાઓ ક્ષત(ભંગાણ)ને ઈચ્છે છે, દુર્જનો ક્ષત(વિઘ્ન)ને ઈચ્છે, પણ સજ્જનો તો શાંતિને જ ઈચ્છે છે.।।૪। मूर्खत्वं च सखे ममापि रुचिरं यस्मिन्यदष्टौ गुणा निश्चितो बहुभोजनोऽत्रपमना नक्तं दिवा शायिकः । . कार्याकार्यविचारणांधबधिरो मानापमाने समः प्रायेणामयवर्जितो दृढवपुर्मूर्खः सुखं जीवति । ॥५॥ હે મિત્ર! મૂર્ખપણું મને પણ સારું લાગે છે. કારણકે જેમાં આઠ ગુણો બરાબર જોવામાં આવે છે-તે એ કે-એક તો તે નિશ્ચિંત રહે, બહુ ખાનાર હશે, નિર્લજ્જ મનવાળો હશે, રાતદિવસ સુનાર હશે, કાર્યાકાર્યનો વિચાર કરવામાં તે અંધ અને બહેરો હશે. માન કે અપમાનમાં સમાન હશે, બહુધા રોગરહિત હશે, અને શરીરે મજબૂત હશે. અહો ! આ ગુણો યુક્ત મૂર્ખ સુખે પોતાનું જીવન ગુજારે છે.પા मत्तेभकुम्भदलने भुवि सन्ति शूराः केचित्प्रचण्डमृगराजवधेऽपि दक्षाः ।
किं तु ब्रवीमि बलिनां पुरतः प्रसह्य
कन्दर्पदर्पदलने विरला मनुष्याः ||६||
જગતમાં મદોન્મત્ત હાથીઓના કુંભસ્થલને ભેદવામાં શૂરવીર પુરુષો ઘણા હશે, વળી પ્રચંડ સિંહનો વધ કરવામાં પણ કેટલાક દક્ષજનો હશે, પરંતુ હું છાતી ઠોકીને બલવંતજનોને કહું છું કે, કંદર્પ(કામદેવ)ના દર્પ(ગર્વ)ને ગાળનારા(દળનારા) એવા પુરુષો તો વિરલા જ હશે.IISI माता शत्रुः पिता वैरी येन बालो न पाठितः । न शोभते सभामध्ये हंसमध्ये बको यथां ।।७।। *૩ ૧૯૦