________________
બહુ અસાર વસ્તુઓનો પણ સમુદાય જયાવહ(બલિષ્ઠ) થાય છે. જુઓ, તરણાથી બનાવવામાં આવેલ દોરડાથી મોટા હાથીઓ બંધાઈ જાય છે. એટલે बालस्त्रीमन्दमूर्खाणां नृणां चारित्रकाङ्क्षिणाम् । अनुग्रहार्थं तत्त्वज्ञैः सिद्धान्तः प्राकृतः कृतः ।।९।। બાળ, સ્ત્રી, મંદ અને મૂર્ખ એવા ચારિત્રને ઇચ્છતા જનોના અનુગ્રહ નિમિત્તે તત્ત્વજ્ઞજનોએ સિદ્ધાંતો બધા પ્રાકૃતમાં બનાવ્યા છે. बलं मूर्खस्य मौनत्वं तस्करस्यानृतं बलम् । दुर्बलस्य बलं राजा बालस्य रुदितं बलम् ।।१०।। મૂર્ખજનનું મૌન-એ બળ છે, ચોરનું અસત્ય-એ બળ છે, દુર્બળનું રાજા-એ બળ છે અને રુદન-એ બાળકનું બળ છે. ૧૦
ब्राह्मणजातिरद्विष्टो वणिंग्जातिरवञ्चकः । प्रियाजातिनिरीालुः शरीरी न निरामयः ।।११।। બ્રાહ્મણ જાતિ દ્વેષરહિત હોતી નથી, વણિચ્છાતિ અવંચક હોતી નથી, સ્ત્રીજાતિ ઇર્ષારહિત ન હોય અને શરીરધારી રોગરહિત ન હોય.૧૧ાા बालसखीत्वमकारणहास्यं स्त्रीषु वादमसज्जनसेवा । गर्दभयानमसंस्कृतवाणी षट्सु नरो लघुतामुपयाति ।।१२।। બાળકોની સાથે મિત્રતા કરવાથી, અકારણ હાસ્ય કરવાથી, સ્ત્રીઓની સાથે વાદ કરવાથી, દુર્જનજનોની સેવા કરવાથી, ગધેડાનું વાહન કરવાથી અને સંસ્કાર વિનાની વાણી બોલવાથી પુરુષ લઘુતાને પામે છે. I/૧૨/ बालादपि हितं ग्राह्य-ममेध्यादपि काञ्चनम् । नीचादप्युत्तमा विद्यां स्त्रीरत्नं दुष्कुलादपि ।।१३।। બાળક પાસેથી પણ હિતવચન ગ્રહણ કરવું, અશુચિ પદાર્થમાંથી પણ કાંચન ગ્રહણ કરવું, નીચ પાસેથી ઉત્તમ વિદ્યા અને નીચ કુળમાંથી સ્ત્રીરત્નનો સ્વીકાર કરવો. ૧૩