________________
કમળરજથી મલિન થઈને ભમરાઓ કમળોમાં મધુપાન કરે છે અને હંસો શવાલનું ભક્ષણ કરે છે, આવા દેવના અસમંજસપણાને(અયોગ્યપણાને) ધિક્કાર થાઓ. ૭૭ll पिता रत्नाकरो यस्य लक्ष्मीर्यस्य सहोदरी । शङ्खो रोदिति भिक्षार्थी फलं भाग्यानुसारतः ।।७८ ।। રત્નાકર જેનો પિતા છે અને લક્ષ્મી જેની સગી બહેન છે, એવો શંખ ભિક્ષાર્થી થઈને રોયા કરે છે, માટે ભાગ્યાનુસારે જ ફળ મળે છે. ૭૮
पर्जन्य इव भूताना-माधारः पृथिवीपतिः । विकलेऽपि हि पर्जन्ये जीव्यते न तु भूपतौ ।।७९ ।।
મેઘની જેમ પ્રાણીઓના આધારભૂત રાજા કહેલ છે. કદાચ મેઘ વિકળ(કોપાયમાન) થાય તો જીવી શકાય, પરંતુ રાજા કોપાયમાન થાય તો જીવવું મુશ્કેલ જ થઈ પડે. I૭૯ો.
–
૧૭૩