________________
સર્વ ગુણોને લીધે સર્વત્ર માનનીય છે, પરંતુ મૂર્ખને અન્ય કંઇ ગતિ જ નથી. કલા प्रीतिं न प्रकटीकरोति सुहृदि द्रव्यव्ययाशङ्कया, भीतः प्रत्युपकारकारणभयानाकृष्यते सेवया । मिथ्या जल्पति वित्तमार्गणभयात् स्तुत्यापि न प्रीयते; कीनाशो विभवव्ययव्यतिकरत्रस्तः कथं प्राणिति? ।।७।। જે દ્રવ્યવ્યયની શંકાથી મિત્ર તરફ પ્રીતિને પ્રગટાવતો નથી, પ્રત્યુપકાર કરવાના કારણે ભય પામીને જે સેવાથી આકર્ષાતો નથી, ધન માગવાના ભયથી જે મિથ્થા બકવાસ કરે છે તથા સ્તુતિ કરતાં પણ જે પ્રસન્ન થતો નથી. અહો! ધનવ્યયના વ્યતિકરથી ત્રાસ પામેલ કૃપણ પુરુષ કેમ જીવે છે? તે સમજાતું નથી. lol! पङ्गो वन्यस्त्वमसि न गृहं यासि योऽर्थी परेषां, धन्योऽन्धस्त्वं धनमदवतां नेक्षसे यन्मुखानि । श्लाघ्यो मूक त्वमपि. कृपणं स्तौषि नार्थाशया यः; स्तोतव्यस्त्वं बधिर न गिरं यः खलानां शृणोषि ७१।। હે પંગુ તું પણ ખરેખર વંદનીય છે, કારણકે યાચક થઈને તું બીજાઓના ઘરે જઈ શકતો નથી. હે અંધ! તું પણ ધન્ય છે કે ધનથી મદોન્મત્ત થયેલાઓના મુખને હું જોઈ શકતો નથી. હે મુંગા! તું પણ શ્લાઘનીય છે કે ધનની આશાથી તું કૃપણની સ્તુતિ કરી શકતો નથી અને તે બધિર(ખેરા)! તું પણ પ્રશંસાપાત્ર છે કે તું ખલજનોની વાણી સાંભળી શકતો નથી. . I૭૧
परोपकारः कर्त्तव्यः प्राणैरपि धनैरपि परोपकारजं पुण्यं न स्यात्क्रतुशतैरपि ।।७२।। પોતાના પ્રાણો અને ધનનો ભોગ આપીને પણ પરોપકાર કરવો, કારણકે પરોપકારથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે, તેટલું પુણ્ય સેંકડો યજ્ઞોથી
– ૧૭૧ –