________________
ન્યાયનું વર્તન જ જેમને અત્યંત પ્રિય છે, પ્રાણાંત કષ્ટ આવી પડતાં પણ જેઓ મલિન વાસનાને કદાપિ ધારણ કરતા નથી, દુર્જનોની જેઓ ક્યારે પણ અભ્યર્થના કરતા નથી, ક્ષીણધનવાળા મિત્રની પાસે જેઓ કંઇ પણ યાચના કરતા નથી, વિપત્તિમાં પણ જેઓ ઉચ્ચ સ્થિતિએ રહે છે અને મહાપુરુષોના માર્ગને જેઓ અનુસરે છે-અહો! વિષમ અસિધારા સમાન સજ્જનોના આવા પ્રકારના વ્રતનો કોણે ઉપદેશ આપ્યો ? 115011
पोतो दुस्तरवारिराशितरणे दीपोऽन्धकारागमे, निर्वाते व्यजनं मदान्धकरिणां दर्पोपशान्त्यै सृणिः । इत्थं तद् भुवि नास्ति यस्य विधिना नोपायचिन्ता कृता; मन्ये दुर्जनचितवृत्तिहरणे धांतापि भग्नोद्यमः ॥६८॥
"
દુસ્તર સાગર તરવાને માટે નાવ બનાવી છે, અંધકારનો પ્રતીકાર કરવા દીવા બનાવ્યા છે, પવનના અભાવે પવન લેવા માટે પંખા બનાવ્યા છે તથા મદોન્મત્ત હાથીઓના દર્પને શાંત કરવા જેણે અંકુશ બનાવ્યા છેએ પ્રમાણે જગતમાં એવું કાંઇ નથી, કે જેને માટે વિધાતાએ ચિંતા કરી ન હોય. પરંતુ હું ધારું છું કે દુર્જન પુરુષની ચિત્તવૃત્તિને કાબૂમાં લાવવા વિધાતાનો પરિશ્રમ પણ નિષ્ફળ થઇ ગયો. II૬૮
पद्मे मूढजने ददासि द्रविणं विद्वत्सु किं मत्सरो, नाहं मत्सरिणी न चापि चपला नैवास्ति मूर्खे रतिः । मूर्खेभ्यो द्रविणं ददामि नितरां तत्कारणं श्रूयतां; विद्वन्सर्वगुणेषु पूजिततनुर्मूर्खस्य नान्या गतिः ।।६९।।
હે લક્ષ્મી! તું મૂઢજનોને ધનવંત બનાવે છે અને વિદ્વાનો પર મત્સર ધારણ કરે છે તેનું કારણ શું? લક્ષ્મી કહે છે કે હું વિદ્વાનો પર મત્સર ધારણ કરતી નથી અને ચંચલ પણ નથી, તેમ જ મૂર્ખજનો ઉપર મારે પ્રીતિ નથી, પરંતુ મૂર્ખજનોને ધન આપું છું, તેનું કારણ સાંભળો-વિદ્વાન્
→૬ ૧૭૦