________________
उपकारासमर्थत्वात्प्राप्नोति हृदये व्यथाम् ।। ६४ ।।
પરનું દુઃખ સાંભળીને સ્વભાવે સરળ માણસો તેના પર ઉપકાર કરવાને અસમર્થ હોવાથી પોતાના અંતરમાં ખેદ પામે છે. II૬૪॥
पात्रं पवित्रयति नैव गुणान् क्षिणोति,
स्नेहं न संहरति नापि मलं प्रसूते ।
दोषावसानरुचिरश्चलतां न धत्ते;
सत्सङ्गमः सुकृतसद्मनि कोऽपि दीपः । । ६५ ।। સુકૃતરૂપ ભવનમાં સત્સંગમરૂપ દીવો કોઇ વિચિત્ર પ્રકારનો જ છે કે જે પોતાના પાત્રને પવિત્ર કરે છે, ગુણો(વાટ)ને કદાપિ ક્ષીણ કરતો નથી, સ્નેહને સંહરતો નથી, વળી જે મલ(મસ)ને પ્રગટાવતો નથી, પ્રભાતે પણ જે તેવોને તેવો જ તેજસ્વી રહે છે અને જે ચંચલપણાને ધારણ કરતો नथी. ॥७५॥
प्रथमवयसि पीतं तोयमल्पं स्मरन्तः,
शिरसि निहितभारा नालिकेरा नराणाम् ।
ददति जलमनल्पास्वादमाजीवितान्तं;
• न हि कृतमुपकारं साधवो विस्मरन्ति ।। ६६ ॥ પ્રથમ અવસ્થામાં પાન કરેલ અલ્પ જળનું સ્મરણ કરતા નાળીયેરો પોતાના શિરપર ભાર સહન કરીને તેના બદલામાં પોતાના જીવનનો અંત લાવીને પણ મનુષ્યોને અત્યંત સ્વાદિષ્ટ જળ આપે છે, માટે સત્પુરુષો કરેલા ઉપકારને કદાપિ ભૂલી જતા નથી. IIઙઙી
प्रिया न्याय्या वृत्तिर्मलिनमसुभङ्गेऽप्यसुकरं, त्वसन्तो नाभ्यर्थ्याः सुहृदपि न याच्यः कृशधनः । विपद्युच्चैः स्थेयं पदमनुविधेयं च महतां ; सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ।।६७।। >દુ ૧૩૯