________________
पदेनैकेन मेधावी पदानां विन्दते शतम् । मूर्खः पदसहस्रेण पदमेकं न विन्दते ।।५६।। પંડિત પુરુષ માત્ર એક પદથી સેંકડો પદોનો બોધ મેળવી લે છે અને મૂર્ણ પુરુષ હજારો પદોથી એક પદનું પણ જ્ઞાન મેળવી શકતો નથી.
पञ्चैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् । अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् ।।५७।। અહિંસા, સત્ય, અસ્તેય(ચોરી ન કરવી તે), બ્રહ્મચર્ય(સ્ત્રીસંગનો ત્યાગ) અને અપરિગ્રહ એ પાંચ મહાનિયમોને તો સર્વ ધર્મોવાળા એકસરખી રીતે પવિત્ર જ માને છે. પછી प्रयातु लक्ष्मीश्चपलस्वभावा,
__ गुणा विवेकप्रमुखाः प्रयान्तु । प्राणाश्च गच्छन्तु कृतप्रयाणा;
___ मा यातु सत्त्वं तु नृणां कदाचित् ।।५८ ।। ચપલ સ્વભાવવાળી લક્ષ્મી ભલે ચાલી જાય, વિવેક વિગેરે ગુણો પણ ભલે ચાલ્યા જાય, એટલું જ નહિ, પ્રાણો પણ ભલે પ્રયાણ કરીને ચાલતા થાય, પરંતુ પુરુષોમાંથી એક સત્ત્વગુણનો કદાપિ લોપ ન થજો. પ૮. पात्रे दानं गुरुषु विनयः सर्वसत्त्वानुकम्पा, न्याय्या वृत्तिः परहितविधावादरः सर्वकालम् । कार्यो न श्रीमदपरिचयः सङ्गतिः सत्सु सम्यग; राजन् ! सेव्यो विशदमतिना सैष सामान्यधर्मः ।।५९।। સુપાત્રે દાન આપવું, વડીલોનો વિનય સાચવવો, સર્વ પ્રાણીઓ પર દયા રાખવી, ન્યાયપૂર્વક પોતાનું વર્તન રાખવું, સદા કાળ પરોપકારમાં આદર રાખવો, લક્ષ્મીનો મદ કદાપિ ન કરવો અને પુરુષોની સંગતિ.
– ૧૩૩ –