________________
पिबन्ति नद्यः स्वयमेव नाम्भः,
स्वयं न खादन्ति फलानि वृक्षाः । नादन्ति शस्यं खलु वारिवाहाः;
પરોપકારાય સતાં વિમૂતયઃ રૂા . નદીઓ પોતે કંઇ પાણી પીતી નથી, વૃક્ષો પોતે પોતાના ફળો ખાતા નથી, અને જલધરો પોતે(ધાન્ય) મોલનું ભક્ષણ કરતા નથી, તેમ સજ્જનોની સમૃદ્ધિ માત્ર પરોપકાર નિમિત્તે જ હોય છે. ૧૩ . .
पात्रे धर्मनिबन्धनं परजने प्रोद्यद्दयाख्यापकं, मित्रे प्रीतिविवर्धनं रिपुजने वैरापहारक्षमम् । भृत्ये भक्तिभरावहं नरपतौ सन्मानपूजाप्रदं; ... भट्टादौ च यशस्करं वितरणं न क्वाप्यहो निष्फलम् ।।१४।।
અહો!દાન ક્યારેય ક્યાં નિષ્ફળ થતું જ નથી. જુઓ, સુપાત્રે આપવાથી તે ધર્મનું હેતુભૂત થાય છે, પરજનને આપવાથી દયાને સૂચવનાર બને છે, મિત્રને આપતાં પ્રીતિમાં વધારો કરાવે છે, શત્રુજનોને આપવાથી વેરભાવને શાંત કરે છે, ચાકરને આપતાં તે અધિક ભક્તિશાલી બને છે, રાજાને આપતાં સન્માનને અપાવે છે, અને ભાટ વિગેરેને આપવાથી યશને વિસ્તારે છે, એમ સર્વત્ર ફળીભૂત જ થાય છે. II૧૪મા
प्रातर्मूत्रपुरीषाभ्यां मध्याह्न क्षुत्पिपासया । तृप्ताः कामेन बाध्यन्ते प्राणिनो निशि निद्रया ।।१५।। પ્રાણીઓ પ્રભાતે મળ-મૂત્રથી તથા બપોરે ક્ષુધા-તૃષાથી બાધિત થાય છે, વળી તૃપ્ત થતાં રાત્રે કામ અને નિદ્રાથી બાધિત થાય છે. ll૧પો परोक्षे कार्यहन्तारं प्रत्यक्षे प्रियवादिनम् । वर्जयेत्तादृशं मित्रं विषकुम्भं पयोमुखम् ।।१६।।. પ્રત્યક્ષ પ્રિય બોલનાર અને પરોક્ષમાં કાર્યનો ધ્વંસ કરનાર એવા તે મુખપર દુધ ભરેલ અને અંદર વિષથી ભરેલ ઘડા સમાન મિત્રનો સર્વથા
– ૧૫૮ –