________________
पुष्पैरपि न योद्धव्यं किं पुनर्निशितैः शरैः । युद्धे विजयसन्देहः प्रधानपुरुषक्षयः ॥४॥ ફૂલોથી પણ યુદ્ધ ન કરવું, તો પછી તીક્ષ્ણ બાણોથી તો યુદ્ધ થઈ જ કેમ શકે? કારણકે યુદ્ધમાં વિજયનો તો સંદેહ હોય છે, પણ તેમાં પ્રધાન પુરુષોનો ક્ષય તો થાય જ છે. જો पण्डितोऽपि वरं शत्रु-र्न मूर्यो हितकारकः । ..' वानरेण हतो राजा विप्रचौरेण रक्षितः ।।५।।... પંડિત શત્રુ પણ સારો અને મૂર્ખ હિત કરનાર પણ સારો નહિ. જુઓ, શાસ્ત્રમાં વાત છે કે વાનરે રાજાનો નાશ કર્યો અને ચરબ્રાહ્મણે તેને બચાવ્યો. પણ प्रमदा मदिरा लक्ष्मी-विज्ञेया त्रिविधा सुरा । दृष्टैवोन्मादयत्येका पीता चान्यातिसञ्चयात् ॥६॥
સ્ત્રી, મદિરા(દારૂ) અને લક્ષ્મી એમ ત્રણ પ્રકારે સુરા(દારૂ) કહેલ છે. પ્રથમ માત્ર જોવાથી જ ઉન્માદ ઉપજાવે છે, બીજી પાન કરવાથી અને ત્રીજી અતિસંચયથી ઉન્માદ ઉપજાવે છે. કામ
परदारं परद्रव्यं परवादं परस्य च । परिहासं गुरोः स्थाने चापल्यं च विवर्जयेत् ।।७॥ પરસ્ત્રી, પદ્રવ્ય, પરનિંદા અને પરપરિહાસ તથા ગુરુની આગળ ચાપલ્ય-એનો સદા ત્યાગ કરવો. તેના
पुत्रप्रयोजना दाराः पुत्रः पिण्डप्रयोजनम् । हितप्रयोजनं मित्रं धनं सर्वप्रयोजनम् ।।८॥
સંતતિ(પુત્ર)ની ખાતર સ્ત્રી કરવામાં આવે છે, પિંડની ખાતર પુત્રની જરૂર છે, હિતની ખાતર મિત્રની જરૂર છે અને સર્વ કાર્યોની ખાતર ધનની જરૂર છે. તો
-
૧૫૩
–