________________
नमन्ति फलिता. वृक्षा नमन्ति विबुधा जनाः । शुष्ककाष्ठं च मूर्खाश्च भज्यन्ते न नमन्ति च ।।२२।। ફલિત વૃક્ષો અને વિબુધ જનો નમે છે, પરંતુ શુષ્કકાષ્ઠ અને મૂર્ખજનો ભગ્ન થાય(તપાસતાં ભાંગી પડે છે) છતાં નમતા નથી. રરો नाहं काको महाराज हंसोऽहं विमले जले । नीचसङ्गप्रसङ्गेन मृत्युरेव न संशयः ।।२३।। હે મહારાજ! હું કામ નથી, પણ નિર્મળ સરોવરમાં રહેનાર હંસ છું. નીચના સંગથી અવશ્ય મરણ જ થાય છે, એવી મને હવે ખાત્રી થઈ. /ર૩.
न हि मे पर्वता भारा न मे भाराश्च सागराः । कृतघ्नाश्च महाभारा भारा विश्वासघातकाः ।।२४।। પૃથ્વી કહે છે કે મને પર્વતોનો ભાર લાગતો નથી, તેમ સાગરોનો પણ ભાર જણાતો નથી. પણ કૃતન અને વિશ્વાસઘાતક એ બે પ્રકારના મનુષ્યો જ મને વધારે ભારે લાગે છે. ર૪ો न विना परवादेन हृष्टो भवतिं दुर्जनः । काकः सर्वरसान पीत्वा विनाऽमेध्यं न तृप्यति ।।२५।। દુર્જનપુરુષ પરનિંદા વિના આનંદિત થતો નથી, જુઓ કાગડો સર્વ રસોનું પાન કરતાં પણ વિષ્ટા વિના તે તૃપ્ત થતો નથી. રિપો नारीनुन्नो न कुरुते किमनात्मवशो नरः । वात्येरितों दहत्यत्र पावकः पावनं वनम् ॥२६॥
સ્ત્રીથી પ્રેરાઇને પરાધીન થયેલ પુરુષ શું શું અનર્થ કરતો નથી? કારણકે વંટોળીયાથી પ્રેરાયેલ અગ્નિ પાવન વનને ભસ્મીભૂત કરી દે છે. આ રકા, निर्हेतुकोपकारी यो भृशं प्रशमवानपि ।
– ૧૪૩ -