________________
નિદ્રા-એ અનર્થોનું મૂલ છે, નિદ્રા-લક્ષ્મીનો નાશ કરનારી છે, નિદ્રાપ્રમાદને જન્મ આપે છે અને સંસારને વધારનારી છે. ll૧ી . नित्यमित्रसमो देहः स्वजनाः पर्वसन्निभाः । नमस्कारसमो ज्ञेयो धर्मः परमबान्धवः ।।१८।। દેહ-એ નિત્યમિત્ર સમાન છે, સ્વજનો-તે પર્વમિત્ર સમાન અને ધર્મએ નમસ્કારમિત્ર સમાન પરમ બાંધવાની જેમ સંકટોમાંથી ઉગારનાર છે. II૧૮. निदाघे सन्तप्तः प्रचुरतरतृष्णातुरमंनाः, सरः पूर्णं दृष्ट्वा त्वरितमुपयातः करिवरः । तथा पङ्के मग्नस्तटनिकटवर्तन्यपि यथा; ... न नीरं नो तीरं द्वयमपिं विनष्टं विधिवशात् ।।१९।। ઉનાળામાં સંતપ્ત અને અત્યંત તૃષાતુર થયેલ કોઈ હાથી, પૂર્ણ સરોવરને જોઇને તરત ત્યાં આવ્યો, અને તટની પાસે રહેલા કાદવમાં તે એવી રીતે નિમગ્ન થઇ ગયો કે જેથી દેવયોગે તે નીર અને તીર- બંનેથી ભ્રષ્ટ થયો.I૧લી.
नाभिषेको न संस्कारः सिंहस्य क्रियते मृगैः । विक्रमार्जितसत्त्वस्य स्वयमेव मृगेन्द्रता ।।२०।। સિંહને મૃગલાઓ અભિષેક કે સંસ્કાર કરતા નથી, પરંતુ પરાક્રમથી પ્રાપ્ત થયેલ સત્ત્વને લીધે તેને પોતાની મેળે જ મૃગેંદ્રતા-સિંહપણું છે. ૨૦. नालिकेरसमाकारा दृश्यन्ते केऽपि सज्जनाः । अन्ये तु बदराकारा बहिरेव मनोरमाः ॥२१॥ કેટલાક સજ્જનો નાળીયેર સમાન જોવામાં આવે છે. બાકીના તો બોરની જેમ માત્ર બહારથી મનોહર દેખાય છે, અંતરમાં ઘણા દુષ્ટ હોય છે. [૨૧]
– ૧૪૨ –