________________
કારણકે બહુરત્ના વસુંધરા કહેવાય છે. llll. देवो, गुरुः पिता माता सखा स्वामी त्वमेव मे । तत्प्रसद्य विपन्मग्नं मां कृपालय पालय ।।४।। હે નાથ ! આપ જ મારા દેવ, ગુરુ, પિતા, માતા, મિત્ર અને સ્વામી છો. હે દયાનિધાન ! આપ પ્રસન્ન થઇને વિપત્તિમાં મગ્ન થયેલ મારા આત્માનું રક્ષણ કરો. જો
देवता दुर्बला. यत्र यत्र कुण्ठाः पराक्रमाः । मन्त्रादिभिरसाध्यं य-त्तद्धर्मेणाशु साध्यते ॥५॥
જ્યાં દેવતાઓ પણ દુર્બળ થઈ જાય છે, જ્યાં પરાક્રમો બધા કુંઠિત છે અને જે મંત્રાદિકથી પણ અસાધ્ય છે. તે ધર્મથી સત્વર સાધ્ય થાય છે. પો दैवायत्ताः श्रियः सर्वा नूनं गौणो गुणाग्रहः । कुविन्दाः पतिता. गर्ते शश्वद् गुणरता अपि ॥६॥ લક્ષ્મી બધી દેવાધીન છે અને ગુણો એ તેના કરતાં ગૌણ છે, કારણકે વણકરો સદા ગુણ(તંતુ) રક્ત છતાં ખાડામાં પડ્યા રહે છે. કા. दोषा योषासु निःशेषा अपि प्राप्तपदाः सदा । . पुनः स्त्रीलिङ्गसाधा-न्मन्ये मायामहाग्रहाः ॥७।। સમસ્ત દોષો સ્ત્રીઓમાં સ્થાન કરીને રહેલા હોય છે, તેમાં પણ વળી સ્ત્રીલિંગના સાધર્મથી હું ધારું છું કે તેઓ(સ્ત્રીઓ) માયારૂપ મહાગ્રહોથી સંયુક્ત હોય છે. III देहच्छाया बिभूषा च स्वामित्वमभिमानिता । सुखं च पञ्च नारीणा न सन्त्यसति वल्लभे ॥८॥ પોતાના વલ્લભ(પતિ)ના અભાવે સ્ત્રીઓને દેહકાંતિ, શણગાર, સ્વામિત્વ, અભિમાનિતા અને સુખ, એ પાંચ વાના ન હોય. ૮.