________________
तृणादपि लघुस्तूलस्तूलादपि च याचकः । वायुना किं न नीतोऽसौ मामयं प्रार्थयेदिति ॥३२॥ તણખલા કરતાં રૂ હલકું હોય છે, રૂ કરતાં પણ યાચક હલકો ગણાય છે. કારણકે “આ મારી પાસે કંઈ માગશે એમ ધારીને જ વાયુ તેને લઈઘસડી જતો નથી. ૩૨
तृणं चाहं वरं मन्ये नरादनुपकारिणः । घासो भूत्वा पशून्पाति भीरून्पाति रणाङ्गणे ॥३३॥ ઉપકાર વિનાના પુરષ કરતાં તણખલું પણ વધારે સારું છે, કારણકે તે ખોરાક થઈને પશુઓનું પાલન કરે છે અને રણસંગ્રામમાં બીકણ જનોનું તે રક્ષણ કરે છે..IN૩૩ ते धन्याः पुण्यभाजस्ते तैस्तीर्णः क्लेशसागरः । जगत्संमोहजननी यैराशाशीविषी जिता ।।३४।।
ખરેખર! જગતમાં તે જ પુરુષો ધન્ય, પુણ્યવંત છે તથા તેઓ જ આ સંસારસાગરને તર્યા છે કે જેઓ, જગતને મોહ ઉપજાવનાર એવી આશારૂપ સર્પિણીને જીત્યા છે. ૩૪. ' तृष्णा चेह परित्यज्य को दरिद्रः क ईश्वरः । तस्याश्चेत्प्रसरो दत्तो दास्यं च शिरसि स्थितम् ॥३५॥ જો તૃષ્ણાનો ત્યાગ કરવામાં આવે તો પછી કોણ દરિદ્ર અને શ્રીમંત છે પરંતુ જો તેને અવકાશ આપવામાં આવે તો સેવકપણે તેના શિર પર જ બેઠેલ છે. રૂપા. तेनाधीतं श्रुतं तेन तेन सर्वमनुष्ठितम् । येनाशां पृष्ठतः कृत्वा नैराश्यमवलम्बितम् ।।३६॥ તેણે જ અધ્યયન કર્યું, શ્રવણ કર્યું અને આચર્યું પ્રમાણ છે કે જેણે, આશાને અલગ કરીને નિરાશાનું અવલંબન કર્યું છે. ડો.
-
૧૧૧
-