SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ મર્યાદાને મૂકનારસમુદ્રવેલ જેમ પર્વતને, તેમ સ્ત્રી, ઊંચા, સ્થિર, વિશાલ એવા કુલને સત્વર ભ્રષ્ટ(કલંકિત) કરે છે. ૧૫ तद्यावन्न जराभ्येति तावन्निजहिते यते । न पालिः शक्यते बद्धुं पयःपूरे प्रसर्पति ।। १६ ।। જ્યાં સુધી જરા-રાક્ષસી આવીને વેરી ન લે, ત્યાં સુધીમાં મારે પોતાના હિત માટે સતત ઉદ્યમ કરવો યોગ્ય છે, કારણકે પાણી પ્રસર્યા પછી પાળ બાંધવી બહુ મુશ્કેલ થઈ પડે છે. ।।૧૬।। तं प्राप्यापि प्रमादेन विचारजडबुद्धयः । एरण्डमिव मन्वानाः केऽपि स्युर्दुःखभाजनम् ।।१७।। આવા સર્વોત્કૃષ્ટ મનુષ્યજન્મને પામીને પણ કેટલાક વિચારમાં જડબુદ્ધિ જનો તેને એરંડ સમાન માનીને દુઃખના ભાજન થાય છે. II૧૭। त्यजेदधिपमन्यायं वयस्यं दाम्भिकं त्यजेत् । दृष्टापायं त्यजेद्वासं त्यजेद्धर्मं दयोज्झितम् ।। १८ ।। અન્યાયી સ્વામીનો ત્યાગ કરવો, દાંભિક(કપટી) મિત્રનો ત્યાગ કરવો, સાક્ષાત્ જ્યાં ભય જોવામાં આવે એવા નિવાસસ્થાનનો ત્યાગ કરવો અને દયાહીન ધર્મનો પણ ત્યાગ કરવો. ૧૮ तत्यजे यच्चिरं भुक्त-मपि सांसारिकं सुखम् । न जातु तत्र सोऽरंस्त निर्मोक इव पन्नगः ।। १९।। ચિરકાળ ભોગવેલ છતાં સાંસારિક સુખને ત્યાગ કરતાં કાંચળી વિનાના સર્પની જેમ તે ત્યાગી પુરુષ પુનઃ તેમાં કદાપિ રમતો નથી.।।૧૯।। तस्करस्य कुतो धर्मो दुर्जनस्य कुतः क्षमा । वेश्यानां कुतः स्नेहः कुतः सत्यं च कामिनाम् ।।२०।। ચોરને ધર્મ, દુર્જનને ક્ષમા, વેશ્યાને પ્રેમ અને કામીજનોને સત્ય ક્યાંથી હોય ? ॥૨૦॥ ૧૦૭
SR No.005873
Book TitleNititattvadarsh
Original Sutra AuthorN/A
AuthorMahabodhivjay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2008
Total Pages338
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy