________________
खलास्तु कुशलाः साधु-हितप्रत्यूहकर्मणि । निपुणाः फणिनः प्राणा-नपहर्तुं निरागसाम् ।।१२।। ખલજનો સજ્જનોના હિતમાં વિદન કરવાને કુશલ હોય છે. જુઓ, સર્પો નિરપરાધી જનોના પ્રાણ હરવાને ચાલાક હોય છે. I/૧રો
खद्योतो द्योतते ताव-द्यावन्नोदयते शशी । . उदिते तु सहस्रांशौ न खद्योतो न चन्द्रमाः ॥१३॥ ખદ્યોત(આગીઓ) ત્યાં સુધી જ પ્રકાશે છે કે જ્યાં સુધી ચંદ્રમાં પોતે ઉદય પામતો નથી. પરંતુ જ્યારે સૂર્યનો ઉદય થાય, ત્યારે ખદ્યોત અને ચંદ્રમા બન્ને લુપ્ત થઇ જાય છે. ૧૭ll