________________
મન ખેદ પામેલ હોય છતાં, સુભાષિતથી તે પોતે સર્વદા રમણ કરે છે. વળી અન્યનું સુભાષિત સાંભળીને તે પુનઃ સાંભળવાને ઉત્સુક થાય છે, એનાથી અજ્ઞજનો અને સુજ્ઞજનો બધાં વશ કરી શકાય છે, માટે દરેક પુરુષે સુભાષિતનો સંગ્રહ કરવો તે આવશ્યક છે. खलः सर्षपमात्राणि परच्छिद्राणि पश्यति । आत्मनो बिल्वमात्राणि पश्यन्नपि न पश्यति ।।८।। ખલપુરુષ પરના સરસવ જેટલા નાના છિદ્રને પણ જોયા કરે છે અને પોતાના મોટા છિદ્રોને સાક્ષાત્ જોયા છતાં તે જોઈ શકતો નથી અર્થાત્ તે અંધ જ છે. ૮િ खलो न साधुतामेति सद्भिः सम्बोधितोऽपि सन् । सरित्पूरप्रपूर्णोऽपि क्षारो न मधुरायते ॥९॥ સજજનો તરફથી સબોધ મળ્યા છતાં ખલપુરુષ સુજનતાને પામતો નથી. જુઓ, નદીઓના પૂરથી ભરાયા છતાં ખારો એવો સમુદ્ર મધુર થતો નથી. હા
खलस्य महतोऽपूर्वः कोपाग्निः कोऽपि चित्रकृत् । एकस्य शाम्यति स्नेहा-द्वर्धतेऽन्यस्य वारितः ।।१०।।
ખલપુરુષનો અને મહાપુરુષોનો કોપાગ્નિ કંઇ વિચિત્ર પ્રકારનો જ લાગે છે, કારણકે સજ્જનનો કોપાગ્નિ સ્નેહ(તેલ)થી શાંત થાય છે અને ખલનો કોપાગ્નિ શાંતવચનરૂપ જળથી સિંચતાં તે વધતો જાય છે. ll૧ના .
खलं च प्रथमं वन्दे सज्जनं तदनन्तरम् । मुखप्रक्षालनात्पूर्वं गुदाप्रक्षालनं यथा ।।११।। દુર્જનને હું પ્રથમ વંદન કરું છું અને સર્જનને તે પછી વંદન કરું છું, કારણકે મુખપ્રક્ષાલન કર્યા પહેલાં ગુદાનું પ્રક્ષાલન કરવું પડે છે. ll૧૧] .