________________
'પ્રથમદ્વાર
૬૫
સમયે ઉદય નહિ હોવાથી મનુષ્યાનુપૂર્વીનો વિચરમ સમયે નાશ થાય છે, કારણ કે જે પ્રકૃતિઓનો ઉદય હોય તેઓનો તિબુકસંક્રમ થતો નથી, તેથી તેઓનાં દલિક ચરમ સમયે સ્વસ્વરૂપે સત્તામાં દેખાય છે. તેથી ચરમ સમયે તેઓની સત્તાનો વિચ્છેદ થાય તે યુક્ત છે. પરંતુ જે પ્રકૃતિનો ચરમ સમયે ઉદય ન હોય, તેના દલિક ચરમ સમયે સ્વસ્વરૂપે સત્તામાં કઈ રીતે હોઈ શકે ! ચાર આનુપૂર્વી ક્ષેત્રવિપાકી હોવાથી વિગ્રહગતિમાં જ તેઓનો ઉદય હોય છે, ભવસ્થને તેના ઉદયનો સંભવ નથી. અને ભવસ્થને તેનો ઉદય નહિ હોવાથી અયોગીના દ્વિચરમ સમયે જ મનુષ્યાનુપૂર્વીની સ્વરૂપ સત્તાનો નાશ થાય છે. તેમના મતે દ્વિચરમ સમયે તોતેર પ્રકૃતિઓની, અને ચરમ સમયે બાર પ્રકૃતિઓની સત્તાનો નાશ થાય છે. ત્યારપછીના સમયે શિંગના બંધમાંથી છૂટા થવા રૂપ સહકારી કારણથી ઉત્પન્ન થયેલ સ્વભાવ વિશેષથી જેમ એરંડી ઊંચે જાય છે, તેમ ભગવાન પણ કર્મના સંબંધથી છૂટા થવા રૂ૫ સહકારી કારણથી ઉત્પન્ન થયેલ સ્વભાવવિશેષથી ઊંચે લોકના અંતે જાય છે. અને તે ઋજુશ્રેણિ વડે ઊંચે જતો આત્મા જેટલા આકાશપ્રદેશને અહીં અવગાહીને રહ્યો છે તેટલા જ આકાશપ્રદેશને ઊંચે જતા પણ અવગાહતો, અને વિવક્ષિત સમયથી અન્ય સમયને નહિ સ્પર્શતો ચૌદમાં ગુણસ્થાનકના ચરમસમય પછીના જ સમયે લોકના અંતે જાય છે. આવશ્યકચૂર્ણિમાં કહ્યું છે કે, “આત્મા જેટલા આકાશપ્રદેશને અહીં અવગાહીને રહ્યો છે, તેટલા જ આકાશપ્રદેશને અવગાહતો, ઋજુશ્રેણિ વડે સિદ્ધાવસ્થાના પહેલે જ સમયે લોકના અંતે જાય છે. વાંકો જતો નથી, તેમ બીજા સમયને પણ સ્પર્શતો નથી.' ત્યાં ગયેલા ભગવાનું શાશ્વતકાળ પર્યત એ જ સ્થિતિમાં રહે છે. ફરી કોઈપણ કાળે સંસારમાં આવતા નથી, કે જન્મ ધારણ કરતા નથી. ત્યાં ગયેલા ભગવાન અનંતકાળપર્યત તે જ સ્થિતિમાં રહે છે એ કેવી રીતે જાણી શકાય ? તેના ઉત્તરમાં સમજવું કે સંસારના બીજભૂત રાગ અને દ્વેષાદિ મુક્તિ-સિદ્ધપર્યાયનો નાશ કરવા સમર્થ છે, તેઓનો તો સર્વથા નાશ કર્યો છે. સર્વથા નષ્ટ થયેલા તે રાગદ્વેષ ફરી વાર ઉત્પન્ન થતા નથી, કારણ કે રાગ-દ્વેષનું કારણ જે મોહનીય કર્મનાં પુદ્ગલો છે તે જ સત્તામાં નથી, દશમાં ગુણસ્થાનકના અંતે સર્વથા વિચ્છિન્ન - થયેલા છે. ફરી વાર તે બંધાતાં પણ નથી, કારણ કે સંક્લેશ વિના તેનો બંધ થતો નથી. સિદ્ધના જીવોમાં ફરી સંક્લેશની ઉત્પત્તિ જ થતી નથી, કારણ કે તેઓ રાગાદિ કલેશથી સર્વથા મુક્ત છે. તેથી જ મોક્ષમાં ગયેલા તે પરમાત્મા અનંતકાળ પર્યત તે જ સ્થિતિમાં રહે છે. આ પ્રમાણે ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂપ કહ્યું. કયા ગુણસ્થાનકનો કેટલો કાળ છે તે બીજા દ્વારમાં આવશે. ૧૫
આ પ્રમાણે ગુણસ્થાનકોનું સ્વરૂપ કહ્યું. હવે ગુણસ્થાનકમાં યોગો કહેવા ઇચ્છતા કહે છે:
- ૧. મનુષ્યાનુપૂર્વીનો દ્વિચરમ સમયે જ સત્તામાંથી નાશ થાય, એ જ મત વધારે સંગત જણાય છે. કારણ કે જેનો રસોદય હોય છે, તેઓને તો ચરમ પર્યત ભોગવીને ખપાવે છે. પરંતુ જેઓને પ્રદેશોદય એટલે સ્તિબુકસંક્રમ વડે સંક્રમાવી દૂર કરવાની હોય છે, તેની સ્વરૂપ સત્તાનો એક સમય પહેલાં જ નાશ થાય છે. જેમ સત્તામાંથી નિદ્રાદ્ધિકનો બારમાના દ્વિચરમસમયે નાશ થાય છે. સ્તિબુકસંક્રમ વડે સમાન સમયનું દલિક સમાન સમયમાં સંક્રમી શકતું નથી. તેથી બુિકસંક્રમ વડે સંક્રમની પ્રકૃતિ રસોઇયવતી પ્રકૃતિની એક સમય પહેલાં જ સત્તામાંથી જાય છે. જો સમાન સમયનું સમાન સમયમાં સ્તિબુકસંક્રમ વડે સંક્રમી શકતું હોય તો બોતેર પ્રવૃતિઓનું દલિક પણ ચરમ સમયે જ સત્તામાંથી કેમ ન જાય ? પંચ૦૧-૯