________________
હૃદ
जोगाहारदुगुणा मिच्छे सासायणे अविरए य । अपुव्वाइस पंचसु नव ओरालो मणवई य ॥१६॥ योगा आहारकद्विकोना मिथ्यात्वे सासादने अविरते च । अपूर्व्वादिषु पञ्चसु नव औदारिकं मनो वाक् च ॥१६॥ અર્થ—મિથ્યાત્વ, સાસાદન, અને અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણઠાણે આહારકદ્ધિક ન્યૂન તેર યોગો હોય છે. અપૂર્વકરણાદિક પાંચ ગુણઠાણે મનના ચાર, વચનના ચાર અને ઔદારિક એમ નવ યોગો હોય છે.
પંચસંગ્રહ-૧
ટીકાનુ—મિથ્યાત્વ સાસ્વાદન અને અવિરતિસમ્યગ્દષ્ટિ એ ત્રણ ગુણઠાણે આહારક અને આહારકમિશ્ર વિના શેષ તેર યોગો હોય છે. ચૌદપૂર્વના જ્ઞાનનો અભાવ હોવાથી આહારકદ્ધિક એ ત્રણ ગુણસ્થાનકે હોતું નથી. અપૂર્વકરણ, અનિવૃત્તિબાર સંપરાય, સૂક્ષ્મસંપરાય, ઉપશાંતમોહ અને ક્ષીણમોહ એ પાંચ ગુણઠાણે મનોયોગના ચાર ભેદ, વચન યોગના ૪ ભેદ અને ઔદારિક કાયયોગ એ નવ યોગો જ હોય છે. અન્ય કોઈ પણ યોગોનો સંભવ નથી. કારણ કે કદાચ કોઈ લબ્ધિસંપન્ન આ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છતાં અહીં તેનો ઉપયોગ જ કરતા નથી. ઔદારિકમિશ્ર અને કાર્યણ તો અનુક્રમે અપર્યાપ્તાવસ્થામાં અને વિગ્રહગતિમાં હોય છે, તેથી તે પણ હોતા નથી. ૧૬.
वेउव्वणा जुया ते मीसे साहारगेण अपमत्तें । देसे दुविउविजुया आहारदुगेण य पमत्ते ॥ १७ ॥
वैक्रियेण युक्तस्ते मिश्र साहारकेणाप्रमत्ते ।
देशे द्विवैयियुक्त आहारकद्विकेन च प्रमत्ते ॥१७॥
અર્થ—વૈક્રિયયોગ રહિત સહિત દશ મિત્રે, આહારક સહિત અગિયાર અપ્રમત્તે, વૈક્રિયદ્ધિકસહિત અગિયાર દેશવિરતે, અને આહારકદ્ધિક સહિત તેર યોગ પ્રમત્તે હોય છે.
ટીકાનુ—પૂર્વોક્ત ઔદારિક કાયયોગ આદિ નવ યોગ સાથે વૈક્રિયકાયયોગ મેળવતાં દશ યોગ સભ્યમિથ્યાર્દષ્ટિ ગુણઠાણે હોય છે. ત્રીજું ગુણસ્થાનક હંમેશાં પર્યાપ્તાવસ્થામાં જ હોય છે, તેથી અપર્યાપ્તાવસ્થાભાવિ ઔદારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર અને કાર્યણયોગ હોતા નથી. આહારકદ્ધિક તો લબ્ધિસંપન્ન ચૌદપૂર્વિને જ હોય છે, તેથી તે પણ અહીં હોતું નથી. માટે શેષ દશ યોગ જ અહીં સંભવે છે. અહીં એમ શંકા થાય, કે અપર્યાપ્તાવસ્થાભાવિ દેવ નારકી સંબંધી વૈક્રિયમિશ્ર તો ભલે અહીં ન હોય, પરંતુ વૈક્રિય લબ્ધિવાળા પર્યાપ્તા મનુષ્ય તિર્યંચોને મિશ્રદૅષ્ટિ છતાં વૈક્રિયશરીર કરવાનો સંભવ છે, તેથી તેનો જ્યારે આરંભ કરે ત્યારે વૈક્રિયમિશ્ર ઘટે છે, તો તે અહીં શા માટે ન કહ્યું ? તેના ઉત્તરમાં સમજવાનું કે, આ ગુણઠાણાવાળા વૈક્રિયલબ્ધિ નહિ ફોરવતા હોય તે કારણે અથવા ગમે તે અન્ય કારણે ગ્રંથકર્તા આચાર્ય મહારાજે અને અન્ય આચાર્ય મહારાજોએ અહીં વૈક્રિયમિશ્ર માન્યું નથી. તેનું વાસ્તવિક કારણ તથાપ્રકારના સંપ્રદાયનો અભાવ હોવાથી અમે જાણી શકતા નથી. તથા ઉપર કહેલા નવ યોગ સાથે વૈક્રિયકાયયોગ અને