________________
પંચસંગ્રહ-૧
તૃતીયાંશ ભાગમાંથી આત્મપ્રદેશો સંકોચાઈ શરીરના બે તૃતીયાંશ ભાગમાં જેના પ્રદેશો રહ્યા છે એવો આત્મા થાય છે. કહ્યું છે કે, “સૂક્ષ્મ-કાયયોગ વડે અનુક્રમે સૂક્ષ્મવચનયોગ અને સૂક્ષ્મમનોયોગને રોકે છે. ત્યારપછી કિક્રિરૂપ યોગવાળો આ આત્મા સૂક્ષ્મ ક્રિયાવાળો હોય છે. ૧. તે સૂક્ષ્મ કાયયોગને રોધ કરતા સર્વપર્યાયાનુગત સૂક્ષ્મક્રિય અપ્રતિપાતિ નામના નિર્મળ ધ્યાન પર આરૂઢ થાય છે.” ૨. સૂક્ષ્મકાયયોગને રોકતો પહેલે સમયે કિઠ્ઠિઓના અસંખ્યાતા ભાગોનો નાશ કરે છે, એક ભાગ રાખે છે. શેષ રહેલા એક ભાગના અસંખ્યાતા ભાગ કરી, એક ભાગ રાખી, બાકી સઘળા ભાગોનો બીજે સમયે નાશ કરે છે. આ પ્રમાણે સમયે સમયે કિઠ્ઠિઓનો નાશ કરતો, સયોગી કેવળીગુણસ્થાનકના ચરમ સમય પર્યત જાય છે. ચરમ સમયે જેટલી કિઠ્ઠિઓ રહી હોય તેનો નાશ કરી આત્મા અયોગી કેવળી ગુણસ્થાનકે જાય છે. સયોગી કેવળીના ચરમ સમયે સઘળાં કર્મો અયોગીકેવળી ગુણસ્થાનકનો જેટલો કાળ છે તેટલી જ સ્થિતિવાળા રહે છે. માત્ર જે કર્મપ્રકૃતિઓનો અયોગી ગુણઠાણે ઉદય નથી તેઓની સ્થિતિ સ્વરૂપ સત્તા આશ્રયી સમયજૂન રાખે છે. સત્તાકાળ આશ્રયી સામાન્ય રીતે દરેક પ્રકૃતિઓનો સત્તાકાળ અયોગી ગુણસ્થાનકની સમાન હોય છે. સયોગી ગુણસ્થાનકના ચરમ સમયે સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ ધ્યાન, સઘળી કિઠ્ઠિઓ, સાતવેદનીયનો બંધ, નામ અને ગોત્ર કર્મની ઉદીરણા, યોગ, શુક્લલેશ્યા સ્થિતિ અને રસનો ઘાત, એ સાત પદાર્થોનો એક સાથે નાશ થાય છે. ત્યારપછીના સમયે આત્મા અયોગીકેવળી થાય છે.
૧૪. અયોગ કેવળી ગુણસ્થાનક-પૂર્વે જેનું વર્ણન કર્યું છે તેવા સૂક્ષ્મ કે બાદર કોઈપણ પ્રકારના યોગ વિનાના કેવળી મહારાજનું જે ગુણસ્થાનક તે અયોગીકેવળી ગુણસ્થાનક કહેવાય છે. તે ગુણસ્થાનકે વર્તમાન આત્મા કર્મોનો ક્ષય કરવા માટે સુપરતક્રિયા અનિવૃત્તિ નામના ગુલધ્યાનના ચોથા પાયા પર આરૂઢ થાય છે. કહ્યું છે કે, “તે કેવળી ભગવાને ત્રણ શરીરથી છૂટા થવા માટે સર્વવસ્તુગત સમુચ્છિન્નક્રિય અનિવૃત્તિ નામના નિર્મળ ધ્યાન પર આરૂઢ થાય છે. ૧. આ પ્રમાણે સ્થિતિઘાત, રસઘાત ઉદીરણા આદિ કોઈપણ પ્રયત્ન વિનાના અયોગી કેવળી ભગવાનાં જે કર્મોનો અહીં ઉદય છે તેઓને ભોગવવા વડે ક્ષય કરે છે, અને જે કર્મોનો અહીં ઉદય નથી તેઓને વેદ્યમાન પ્રકૃતિમાં તિબુક સંક્રમ વડે સંક્રમાવતા, અથવા તિબુકસંક્રમ વડે વેદ્યમાન પ્રકૃતિરૂપે અનુભવતા ત્યાં સુધી જાય કે અયોગી અવસ્થાનો વિચરમસમય આવે. તે દ્વિચરમ સમયે દેવદ્ધિક, શરીરપંચક, બંધનપંચક, સંઘાતનપંચક, છ સંસ્થાન, ત્રણ અંગોપાંગ, છ સંઘયણ વર્ણાદિ વસ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ, ઉચ્છવાસ, પ્રશસ્ત અપ્રશસ્ત વિહાયોગતિ, સ્થિર, અસ્થિર શુભ, અશુભ, સુસ્વર, દુઃસ્વર, દુર્ભગ, અનાદેય, અયશકીર્તિ, પ્રત્યેક, નિર્માણ, અપર્યાપ્ત, નીચેર્ગોત્ર, સાતા અસાતા–એ બેમાંથી જેનો ઉદય ન હોય તે એક વેદનીય એ પ્રમાણે બોતેર પ્રકૃતિઓનો સ્વરૂપ સત્તા આશ્રયી નાશ થાય છે. કારણ કે ચરમ સમયે અનુભવાતી પ્રકૃતિઓમાં તિબુકસંક્રમ વડે સંક્રમી જાય છે. અહીં સ્તિબુક સંક્રમ મૂળ કર્મથી અભિન્ન પર પ્રકૃતિઓમાં થાય છે, એમ સમજવું. કહ્યું છે કે, “મૂળ પ્રકૃતિથી અભિન્ન ઉત્તર પ્રવૃતિઓ પરસ્પર સંક્રમે છે.” તથા જેનો ઉદય હોય તે એક વેદનીય, મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, મનુષ્યાય, પંચેન્દ્રિયજાતિ, ત્રસ, સુભગ, આદેય, યશકીર્તિ, પર્યાપ્ત, બાદર, તીર્થકરનામ, ઉચ્ચેર્ગોત્ર, એ તેર પ્રકૃતિઓની સત્તાનો વિચ્છેદ ચરમ સમયે થાય છે. બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે : ચરમ